તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જામનગરઃ બે ઇન્કમટેક્સ ઈન્સ્પેકટર વચેટિયા મારફત લાંચ સ્વીકારતા ઝડપાયા

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
જામનગરઃ જામનગરમાં વધુ એક સફળ રેડ એસીબી દ્વારા કરવામાં આવી હતી. ધ્રોલમાં જોડિયા રોડ પર આવેલી એક પાનની દુકાને થોડો સમય પહેલા જામનગરના બે ઇન્કમટેક્સ અધિકારીઓએ તપાસ માટે જઇ ટીડીએસ મુદ્દે રૂ.60 હજારની લાંચ માગી હતી. તેમાંથી દુકાનદાર દ્વારા પ્રથમ હપ્તારૂપે રૂ.15 હજાર આપી દેવાયા હતા. બાકીના રૂ.45 હજાર આપતા પહેલા તેણે લાંચ રુશવત વિરોધી શાખાનો સંપર્ક કરતાં છટકું ગોઠવવામાં આવ્યું હતું. આ છટકામાં બન્ને અધિકારી સહિત લાંચ સ્વીકારતા ધ્રોલના ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ પણ રંગેહાથ ઝડપાયો હતો.
લાંચનો એક હપ્તો મેળવી લીધા બાદ બીજો હપ્તો લેવા ગયાને સપડાયા

ધ્રોલમાં જોડિયા રોડ પર આવેલી એક પાનની દુકાને થોડો સમય પહેલા જામનગરના જામનગર ઇન્કમટેક્સના ઈન્સ્પેક્ટર રેણુ અબ્રાહમ, અમરિશ હરજીવનભાઈ હિંડોચા નામના અધિકારીઓ તપાસ માટે ગયા હતા. જ્યાં આ પાનની દુકાનના માલિક નરેશભાઈ જેઠાભાઇ ચાવડા સાથે ટીડીએસ બાબતે કોઈ કાર્યવાહી ન કરવાના બંને ઈન્સ્પેક્ટરો દ્વારા 60 હજાર
રૂપિયા નક્કી કરવામાં આવ્યા હતા. જેમાં રૂ.15 હજાર સ્વીકારી લેવામાં આવ્યા હતા અને બીજા રૂ.45 હજાર બાદમાં આપવાનું નક્કી કરવામાં આવ્યું હતું. આ રૂપિયા આપતા પહેલા આ પાનની દુકાનના માલિક નરેશભાઈ જેઠાભાઇ ચાવડા દ્વારા જામનગર એસીબીનો સંપર્ક સાધવામાં આવ્યો હતો અને એક છટકું ગોઠવવામાં આવ્યું હતું.
ધ્રોલના ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ બન્ને અધિકારી વતી લાંચ લેતાં ઝડપાયો

દરમિયાન ગુરુવારે આ ઈન્સ્પેક્ટરો વતી ધ્રોલમાં પ્રેક્ટિસ કરતાં કેતનભાઈ તુલસીભાઈ ઉપાધ્યાય નામના સીએ રૂપિયા 45 હજાર સ્વીકારતા રંગે હાથ ઝડપાઇ ગયા હતા. જામનગર એસીબીના ઈન્સ્પેક્ટર એચ.પી.દોશી દ્વારા ઇન્કમટેક્સ ઈન્સ્પેક્ટર રેણુની અને ધ્રોલના સીએ કેતન ઉપાધ્યાયની વિધિવત ધરપકડ કરી અને ગુનો નોંધવામાં આવ્યો હતો. નોંધનીય છે કે, ઉચ્ચ અધિકારીઓ લાંચ લેતા ઝડપાય નહીં તે માટે વચેટિયાઓનો સહારો લેતા થઇ ગયા છે. તાજેતરમાં જ બનેલા બનાવો પરથી ચાર કિસ્સામાં વચેટિયા અધિકારી વતી લાંચ લેતા રંગેહાથ એસીબીની ઝપટે ચડી ગયા છે.
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

  વધુ વાંચો