તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જામનગર જેલમાંથી બે મોબાઇલ ઝડપાયા, અમદાવાદની સ્ક્વોડનું સરપ્રાઈઝ ચેકિંગ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
જામનગરઃ જામનગર જિલ્લા જેલમાં વધુ એકવાર બાતમીના આધારે અમદાવાદથી જિલ્લા જેલરની સ્કોવડ ત્રાટકી હતી અને રવિવારે સવારથી આ સ્કવોડ દ્વારા ચેકિંગ કરવામાં આવી રહ્યું હતું. દરમિયાન જિલ્લા જેલમાં કાચાકામના કેદીની બેરેક માથી બે મોબાઇલ ફોન બિનવારસુ હાલતમાં મળી આવ્યા હતા. આથી આ મોબાઇલ કબ્જે કરી અને સિટી-એ ડિવિઝનમાં અજાણ્યા કેદી સામે પ્રિઝનએક્ટ હેઠળની કલમનો ગુનો નોધવામાં આવ્યો હતો.
જેલતંત્ર દ્વારા રાબેતા મુજબ અજાણ્યા કેદી સામે ગુનો નોંધવામાં આવ્યો

બનાવની પ્રાપ્ત વિગત અનુસાર જામનગર જિલ્લા જેલમાં પ્રતિબંધિત વસ્તુઓ ઘુસાડવામાં આવી હોવાની બાતમીના આધારે અમદાવાદથી જેલરની ઝડતી સ્કોવડ ચેકિંગ માટે આવી હતી અને જિલ્લા જેલમાં રવિવારે સવારથી ઝડતી સ્કોવડના પોલીસ ઈન્સ્પેકટર ભરતસિંહ રામજી વાઘેલા તથા તેમની ટીમ દ્વારા ચેકિંગ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી અને ચેકિંગ દરમિયાન જેલમાં અંદર આવેલી કાચાકામના કેદીની બેરેક માથી 2 મોબાઇલ ફોન બિનવારસુ હાલતમાં મળી આવ્યા હતા. આથી ઈન્સ્પેકટર ભરતસિંહ દ્વારા આ બંને મોબાઇલ ફોન કબ્જે કરવામાં આવ્યા હતા અને સિટી-એ ડિવિઝનમાં રાબેતા મુજબ અજાણ્યા કેદી સામે આઇપીસી કલમ 188 તથા પ્રિઝન એક્ટની કલમ 42, 43, 45(12) મુજબ ગુનો નોધવામાં આવ્યો હતો.

કોઈ ગુનાહિત કારસ્તાન આચરવામાં આવ્યું છે કે કેમ તે તપાસ

સ્કોડે પકડેલાં મોબાઇલ સિટી-એ ડિવિઝનમાં જમા કરાવાયાં હતા અને પ્રિઝન એક્ટ હેઠળ ગુનો નોધાવવામાં આવ્યો હતો આથી પોલીસે બંને મોબાઇલ ફોન કબ્જે કરી અને તેના આઇએમઆઈ નંબરના આધારે તપાસ હાથ ધરી હોઈ અને આ મોબાઇલ ફોનમાં વાપરવા આવેલા સીમકાર્ડ દ્વારા કોઈ ગુનાહિત કારસ્તાન આચરવામાં આવ્યું છે કે કેમ તે જાણવા પ્રયત્ન હાથ ધરાયાં હતા. આ અંગે વધુ તપાસ હાથ ધરવા ચક્રો ગતિમાન કર્યા છે.
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

  વધુ વાંચો