જામનગરમાં બે અપમૃત્યુ: એક વૃદ્ધે ફાંસો ખાધો તો એકે યુવાને એસિડ પીધું

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જામનગર: ખંભાળિયાના નાગરપાડામાં રહેતા બુધિબેન દેવુભાઈ ધારાણી નામના 60 વર્ષના ગઢવી વૃધ્ધા લાંબા સમયથી માનસિક અસ્થિરતાની બીમારીથી પીડાતા હતા તે દરમિયાન બુધવારની રાત્રિથી ગુરુવારની સવાર સુધીમાં આ વૃધ્ધાએ પોતાના ઘરમાં ગળાફાંસો ખાઈ લેતા તેણીનું શ્વાસ રૂધાઈ જવાના કારણે મૃત્યુ નીપજ્યું હતું.
 
જામનગરના યાદવનગરમાં રહેતા હુસેનભાઈ હારૂનભાઈ માકોડા નામના ચોત્રીસ વર્ષના મુસ્લિમ યુવાને ગઈ તા.૪ના દિવસે પહેલા દારૂ પી અને બાદમાં કોઈ કારણથી પ્રેરાઈને એસિડ પી લીધું હતું. હુસેનભાઈનું ગુરૂવારે મૃત્યુ નીપજતા જી.જી. હોસ્પિટલ ચોકીના જમાદાર એન.એમ. લૈયા અને મગનભાઈએ મૃતદેહને પી.એમ. માટે ખસેડયો હતો.
અન્ય સમાચારો પણ છે...