તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

દ્વારકામાં બે મકાનનું ડિમોલિશન, ચોસઠ બાંધકામો તંત્રના નિશાના પર

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
દ્વારકા:  દ્વારકાના જગતમંદિર પાસે ખડકાયેલા ગેરકાયદે બાંધકામો પર આજ સવારથી તંત્ર ત્રાટક્યું છે. આજે બે મકાનોને જમીનદોસ્ત કરાયાં છે જ્યારે આવા ચોસઠ બાંધકામો તંત્રના નિશાના પર હોવાનું જાણવા મળ્યું છે. આવતીકાલે જગત મંદિરના ભોગ ભંડારમાં ઉભા થયેલા ગેરકાયદે બાંધકામ પર પણ બુલડોઝર ફેરવી દેવાશે.
 
દ્વારકાના વિશ્વ પ્રસિદ્ધ જગતમંદિરની એક્સો મીટરની ત્રિજ્યામાં બાંધકામ કરવાની મનાઈ હોવા છતાં તે સ્થળે ઉભા થઈ ગયેલા કેટલાક બાંધકામો સામે તંત્રની તવાઈ ઉતરી છે.દ્વારકા જિલ્લા કલેકટર એચ.કે. પટેલના સીધા માર્ગદર્શન હેઠળ દ્વારકાના ચીફ ઓફિસર ડુંડિયા તથા અધિકારી શાહભાઈના વડપણ હેઠળ આજ સવારથી મંદિરની તદ્દન નજીકમાં આવેલા બે બાંધકામોને તોડી પાડવાની કામગીરી શરૂ કરાઇ છે.
 
આજે સવારે બુલડોઝર-ટ્રેકટર સહિતની સાધન સામગ્રી સાથે પહોંચેલા તંત્રવાહકોએ બે મકાનો પર બુલડોઝર ફેરવી દીધું હતું. આ બાબતની વધુ વિગત આપતા ચીફ ઓફિસરે જણાવ્યું છે કે, આ પ્રકારના ૬૪ બાંધકામો તંત્રના ધ્યાનમાં છે જેના પર આગામી દિવસોમાં બુલડોઝર ફેરવાશે. આજે બે મકાનોને જમીનદોસ્ત કરવામાં આવ્યા પછી આવતીકાલે દ્વારકાધીશ મંદિરમાં આવેલા ભોગ ભંડાર નજીક કરવામાં આવેલું એક ગેરકાયદેસરનું બાંધકામ પણ આવતીકાલે જમીનદોસ્ત કરાશે. તંત્રની કાર્યવાહી નિહાળવા માટે લોકોના ટોળા એકઠા થયાં હતા.
અન્ય સમાચારો પણ છે...