તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કાલાવડમાં ટ્રાન્સપોર્ટના વાહનમાંથી તસ્કરો 5 લાખના પાર્સલ ઉઠાવી ગયા

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
(પ્રતિકાત્મક તસવીર)
જામનગર: કાલાવડમાં રાત્રે પાર્ક કરાયેલા ટ્રાન્સપોર્ટના વાહનમાંથી તસ્કરો 4,97,009ના પાર્સલો ઉઠાવી જતાં મામલો પોલીસ સુધી પહોંચ્યો હતો.
 
કાલાવડ શિતલા કોલોનીમાં રહેતા ને ટ્રાન્સપોર્ટમાં ગાડી ચલાવતા અલીભાઇ આદમાણીએ  ગત તા.9ના રાત્રે ગાડી રણુજા ચોકડી પાસે પાર્ક કરી હતી. બીજા દિવસે સવારે આમદભાઇ સ્થળ પર પહોંચ્યા ત્યારે વાહન ગાયબ હતું. વાહનની શોધખોળ શરૂ કરતાં રણુજા રોડ પર જે.પી.એસ. સ્કુલ પાસે વાહન મળી આવ્યું હતું, પરંતુ વાહનમાં રાખેલો મુદ્દામાલ ગાયબ હતો.
 
ચોરીના બનાવ અંગે અલીભાઇ આદમાણીએ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતુંકે, તસ્કરોએ વાહનના પાછલના નાળા તોડી તાલપત્રી ઉંચકી વાહનમાંથી ખજુરના 44 કાર્ટુન, તમાકુની 3 બોરી, અજમાનું 1 કાર્ટુન, અેક્યુપ્રેસરનું 1 કાર્ટુન, મીણબતીના 3 કાર્ટુન, લોખંડની ટોમીનું 1 બંડલ, ટ્રકના કમાન્ડ પાટા8, બિયારણના બાચકા 7, સાઇકલ રબરના બંડલ 1, કરિયાણાનું બાચકું, સ્ટેનશરીના 2 બંડલ, ઓટો પાર્ટના 20 બંડલ, મેડિકલ દવાનું 1 કાર્ટુન અને બજરની 1 ગુણી સહિત કુલ રૂ.4,97,009નો મુદ્દામાલ ઉઠાવી ગયા  હતા. તસ્કરોએ ચોરીમાં અન્ય કોઇ વાહનની મદદ લીધાની શંકાએ પોલીસે તપાસ શરૂ કરી હતી.
અન્ય સમાચારો પણ છે...