તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જામનગર: પિતાની જમીન પચાવી પાડવા પુત્રે જ બોગસ દસ્તાવેજો બનાવ્યા

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
જામનગર: જામનગર જિલ્લામાં બોગસ દસ્તાવેજોના આધારે જમીન પચાવી પાડવાના કારસ્તાનમાં વધુ એક કારસ્તાન સામે આવ્યું છે, જેમાં જામજોધપુરના એક પટેલ ખેડૂતની સાત વીઘા જમીન પચાવી પાડવા માટે તેના સગા પુત્રએ કારસો રચી સહ હિસ્સેદારો ઊભા કર્યા પછી ખોટા ઓળખકાર્ડની મદદથી તેનો દસ્તાવેજ બનાવી લેતા પુત્ર તેમજ મામલતદાર, સબ રજીસ્ટ્રાર સહિતના આઠ શખ્સો સામે પોલીસમાં છેંતરપિંડી, વિશ્વાસઘાત કરવા અંગેની ફરિયાદ નોધાવી હતી. આ બનાવથી સમગ્ર પંથકમાં ભારે ચકચાર જાગી છે.

જામજોધપુરની ખેતલા શેરીમાં રહેતા મુકેશભાઈ રામજીભાઇ દેલવાડીયા નામના પટેલ ખેડૂતની ખેતીની જમીન જામજોધપુરની રેવન્યુ કચેરીમાં સર્વે નંબર-302 પૈકી 2માં આવેલી છે. આ ખેડૂતની સાત વીઘા જમીનને પચાવી પાડવા માટે તેમના પુત્ર સંદિપ મુકેશભાઈ અને અન્ય વ્યક્તિઑએ કારસો રચી દસ્તાવેજ તૈયાર કરાવી લીધો હતો.

આ કૃત્યની જાણ થતાં મુકેશભાઈએ શુક્રવારે જામજોધપુર પોલીસ સ્ટેશનમાં પોતાના પુત્ર સંદિપ અને તેના સાગરીત જોધાભાઈ કરમણભાઈ ઘારાણી, આનંદ ભારાભાઈ, લખમણ ડી. ધારાણી, ધર્મેન્દ્ર વેલજીભાઈ માકડિયા તેમજ જામજોધપૂરની સબ રજીસ્ટ્રાર કચેરીના સબ રજીસ્ટ્રાર બી.જે.અગ્રાવત, ઇ-ધારાના કોમ્પ્યુટર ઓપરેટર રાજાભાઈ તથા મામલતદાર કે.એમ.જોષી સામે ફરિયાદ નોધાવી છે. આ ફરિયાદમાં જણાવવામાં આવ્યા મુજબ મુકેશભાઈની સાત વીઘા જમીન સંદીપે પોતાના નામે ચડાવવા માટે સહ હિસ્સેદારોને સાથે રાખી તેમાં સાક્ષીઓની સહી કરાવી હતી ત્યાર પછી તે જમીન માટે મુકેશભાઈનું ફોટા-ઓળખકાર્ડ તૈયાર કરાવી, ખોટી સહીઑ કરી દસ્તાવેજ બનાવી લેવાયો હતો.

આ ઉપરાંત સબ રાજીસ્ટારે તે દસ્તાવેજ અંગે કોમ્પુટરમાં નોધણી કરાવી તેની નીકળેલી 135-ડીની નોટિસની જાણ થવા દીધી ન હતી, મુકેશભાઈની ફરિયાદ પરથી પોલીસે આઇપસી કલમ 120(બી), 465, 467, 468, 471, 474, 406, 420 તથા 184 હેઠળ ગુનો નોધી આરોપીઓની ધરપકડ માટે ચક્રો ગતિમાન કર્યા હતા. ઉલ્લેખનીય છેકે, જામનગરમાં 100 કરોડના જમીન કૌભાંડ બાદ અનેક જમીન કૌભાંડો સામે આવ્યા છે ત્યારે વધુ એક જમીન પચાવી પાડવાનું કૌભાંડ સામે આવતા પોલીસ તેમજ જાણકાર વર્ગોમાં ભારે ચકચાર મચી જવા પામી હતી.
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમારો મોટાભાગનો સમય પરિવાર તથા ફાયનાન્સ સાથે જોડાયેલાં કાર્યોમાં પસાર થશે અને પોઝિટિવ પરિણામો પણ સામે આવશે. કોઇપણ પરેશાનીમાં નજીકના સંબંધીનો સહયોગ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવઃ...

  વધુ વાંચો