તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ધ્રોલ: ઘરકામ કરી પેટિયું રળતાં મહિલાના ઘરમાંથી ચોર 5.24 લાખની મતા ઉસેડી ગયા

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ધ્રોલ: ધ્રોલમાં લંઘા શેરીમાં લૌકિકે ગયેલા એક મહિલાનાં મકાનમાંથી ધોળા દિવસે પલંગની નીચે રાખેલી પેટીમાંથી કોઇ રૂપિયા 3,35,000ની કિંમતનાં સોનાના દાગીના 9800ની કિંમતનાં ચાંદીના દાગીના અને 1,80,000ની રોકડ સહિત 5,24,000ની મતા ચોરી થયાની ધ્રોલ પોલીસમાં ફરિયાદ નોંધાઇ છે. એફએસએલ અને ડોગ સ્કવોડની મદદ લઇ પોલીસે તસ્કરોને ઝડપી પડવા ચક્રો ગતિમાન કર્યા છે. મહિલા ઘરકામ કરી પેટિયું રળી ગુજરાન ચલાવતા હતા.
તાળું મારી ચાવી સંડાસની બારીમાં મૂકી દેવાનું જણાવ્યું હતું
 
ધ્રોલનાં લંઘા શેરીમાં ખોજા જમાત ખાનાની બાજુમાં એકલા રહેતા બાનુબેન હુશેનભાઇ કાજી ઘરકામ કરી પેટિયું રળી ગુજરાન ચલાવતા હોય તા.17મીના સાંજનાં પાંચેક વાગ્યાનાં સુમારે તેના ભાડૂઆતના પિતા ગુજરી ગયા હોય તેનાં બેસણામાં તેમના પાડોશી સાથે બાનુબેનને જવાનું હોય તેમનાં પાડોશીની દીકરીને મકાનનું તાળું મારી ચાવી સંડાસની બારીમાં મૂકી દેવાનું જણાવ્યું હતું અને તેઓ પડોશી સાથે બેસણામાં ચાલ્યા ગયા હતાં. ત્યારબાદ એકાદ કલાક પછી છ એક વાગ્યાના સુમારે તેઓ બેસણામાંથી પરત આવતા ઘરનું તાળું અને ચાવી દરવાજાની નીચે પડેલા જોયા હતા. 
 
કોઇ ચીજવસ્તુ આડી અવળી જોવા મળી ન હતી
 
તેમજ દરવાજો ખાલી બંધ હતો. જેથી બાનુબેને ઘરમાં જઇ જોતા કોઇ ચીજવસ્તુ આડી અવળી જોવા મળી ન હતી. કોઇને પાણી પીવું હશે એટલે દરવાજો ખોલ્યો હશે તેવું માની ઘરનાં કામકાજમાં વ્યસ્ત થઇ ગયા હતા.એ દરમિયાન તા. 18મીની વહેલી સવારે ઘરમાં ગેસની પરમિટ અને પાસબુક ગોતવા માટે દાગીના રાખેલી પેટીમાં પલંગ નીચે જોતાં લોખંડની પેટી જોવા મળેલ નહીં. આથી તેઓ હતપ્રભ બની ગયા હતાં અને પડોશીને બોલાવ્યા હતાં અને આખા ઘરમાં તપાસ કરી હતી. 
 
આગળની સ્લાઇડમાં વાંચો,કુલ 5,24,000 ની મતા કોઇ અજાણ્યા ઇસમ ચોરી ગયાની ફરિયાદ...
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પડકાર આપનાર રહેશે. છતાંય તમે તમારી યોગ્યતા અને મહેનત દ્વારા દરેક પરિસ્થિતિનો સામનો કરવામાં સક્ષમ રહેશો. લોકો તમારા કાર્યોના વખાણ કરશે. ભવિષ્યને લગતી યોજનાઓને લઇને પણ પરિવાર સાથે થોડી ચર્...

  વધુ વાંચો