અભયારણ્યમાં પાળા અંગે અધિકારીને વડી કચેરીનું તેડું

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જામનગર: જામનગરના સુપ્રસિધ્ધ ખીજડીયા પક્ષી અભયારણ્યમાં ભારે વરસાદના કારણે પાળો તૂટતા વન વિભાગ અને ક્ષાર અંકુશ વિભાગ વચ્ચે સંકલનના અભાવથી પક્ષીઓ માટે જરૂરી પાણીનો જથ્થો દરિયામાં વહી જતાં પક્ષીપ્રેમીઓમાં ભારે રોષની લાગણી ફેલાઇ છે.આ મામલે રજૂઆતોના પગલે ક્ષાર અંકુશ વિભાગના અધિકારીઓને વડી કચેરીનું તેડું આવ્યું છે.

અલભ્ય પક્ષીઓ ધરાવતા આંતરરાષ્ટ્રીય ખ્યાતિ પ્રાપ્ત ખીજડીયાપક્ષી અભયારણ્યમાં ભારે વરસાદના કારણે સાતેક સ્થળ પર વરસાદી પાણીને રોકવાના પાળા તૂટી જતા પક્ષીઓ માટે ખૂબજ જરૂરી એવું પાણી પુષ્કળ પ્રમાણમાં દરિયામાં વહી ગયું હતું.એક બાજુ બે-ત્રણ વર્ષ પછી મેધરાજાની મહેર થતાં અભયારણ્યમાં ખાડા,તલાવડી ભરાયા છે.કારણ કે પાણીના અભાવે છેલ્લાં બે વર્ષમાં પક્ષીઓની સંખ્યામાં ભારે ઘટાડો નોંધાયો હતો.આથી તુટી ગયેલા પાળા તાકીદે રીપેર કરવા પક્ષીવિદોએ સ્થળ નિરીક્ષણ કરી આ બાબતે વનવિભાગ,ક્ષાર અંકુશ વિભાગ અને ઉચ્ચકક્ષાએ રજૂઆત કરી હતી.વનવિભાગ દ્રાર પાળા રીપેરીંગનું કામ ક્ષાર અંકુશ વિભાગે કરાવાનું હોય તેમ જણાવામાં આવ્યું છે.

બીજી બાજુ ક્ષાર અંકુશ વિભાગ દ્રારા અગાઉ અભયારણ્યામાં કોઝ-વે તથા લેવલીંગ અને અન્ય મળી કુલ રૂ.25 લાખના કામ માટે એજન્સી નકકી કરી કામ ચાલુ કરવાનું હતું ત્યાં આ કામ વન વિભાગે અટકાવતા બાદમાં આ કામ થઇ શકયું ન હતું.વળી પાળો રીપેર કરવાની કામગીરી માટે 6 મહીના જેટલો સમય લાગે તેમ હોય તાકીદે આ કામગીરી શકય ન હોવાનું પણ જણાવ્યું છે.આમ સરકારના બે વિભાગ વચ્ચે સંકલનના અભાવે પાળો કયારે રીપેર થશે એ તો ભગવાન જાણે.
અન્ય સમાચારો પણ છે...