જામનગર: વાયરો બપોરથી સાંજે વાવાઝોડાનું સ્વરૂપ લે છે

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
- એક-બે દિવસમાં પવનની ગતિ ઘટીને 10 કિ. મી. સુધી પહોંચશે તેવું જણાવાયું
- પવન છતાંય અસહ્ય ઉકળાટ યથાવત્ રહે છે, લઘુતમ તાપમાન ઊંચકાયું

જામનગર: જામનગરમાં છેલ્લા એક સપ્તાહથી મીની વાવાઝોડા જેવો પવન ફંુકાતો આવ્યો છે 40-50 કિમીની ગતિએ ફંકાતો પવનથી લોકોને રાહતનો અનુભવાય છે પરંતુ આ પવની મીની વાવાઝોડા જેવું સ્વરૂપ ધારણ કરી લે છે હાલ તો સોમવારે 50 કિમીની ગતિએ ફુંકાતા પવનથી બે સ્થળોએ વર્ષો જુના વૃક્ષ ધરાશાયી થઇ ગયા હતાં જોકે હાલ તો આ પવનની ગતિ બપોરના સમયે 12 વાગ્યાથી 5 વાગ્યા સુધી સતત વધતી રહેશે તેમજ રાત્રીના સમયે આ પવનની ગતિમાં ઘટાડો થતા 10 કિમી પ્રતિ કલાકની ગતિએ ફંુકાશે તેવું હવામાન વિભાગ દ્વારા જણાવાયું હતું.
જામનગરમાં એક તરફ તાપમાનો પારો 35 ડિગ્રી આસપાસ રહેતો હોય ત્યારે મે મહિનાના ત્રીજા સપ્તાહમાં પવનની ગતિ 40 થી 50 કિમીની આસપાસ રહેતી હોય ત્યારે મીની વાવાઝોડા જેવી સ્થિતિ સર્જાઇ હતી જેના લીધે રસ્તા પર ધુળની ડમરી ઉડતી હોય અને રસ્તા પરના ઝાડ અને વીજ તારો સતત ડોલતા રહેતા હોય છે. તેમા સોમવારે 50 કિમીથી વધુ ફુકાતા પવનથી બે સ્થળોએ વૃક્ષો ધરાશાયી થઇ ગયા હતાં મંગળવાર સવારના સમયે તેમજ બુધવારે પણ સવારના સમયે પવનની ગતિ યથાવત રહી હતી પરંતુ બપોરના 12 વાગ્યા બાદ પવનની ગતિમાં સતત વધારો નોંધાતો રહેતો હતો અને 5 વાગ્યા સુધી આ વધારો થતો રહેવાની તેમજ રાત્રીના સમયે આ પવનની ગતિમાં ઘટાડો થતાં 10 કિમી પ્રતિ કલાકની ગતિએ.
ઝૂંપડાં, પતરાં, વાયરો ઊડી ફેંકાઇ ગયા

જામનગરમાં સતત 50 કિમીની ગતિએ ફુંકાતા પવનથી ઝૂપડા, પતરા, વાયરો ઉડી ગયા હતાં અને દૂર-દૂર જઇ ફેંકાઇ ગયા હતાં તેમજ સોમવારે શહેરના બે સ્થળોએ વૃક્ષો પણ ઘરાશાયી થઇ ગયા હતાં જેને સ્થાિનક લોકોઅે રસ્તા પરથી હટાવ્યા હતાં.
વરસાદ વહેલો આવવાની આશા

પવનની ગતિ તો વધી પરતુ તાપમાનના નહીવત વધારા અને લધુતમ તાપમાન યથાવત રહેતા અસહ્ય બફારો લોકોએ અનુભવ્યો હતો પરંતુ સાથો-સાથ વરસાદ વહેલો આવશે તેવી આશા પણ સેવી હતી.