તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પૂર્વ મહિલા કોર્પોરેટર અને તેના પતિને ધમકી અપાઇ હતી

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જામનગર: પૂર્વ કોર્પોરેટર ક્રિષ્નાબેન દવેના પતિ ચેતનભાઇએ કરેલા આપઘાત પ્રકરણમાં મંદિરની જગ્યા પચાવી પાડવાનો કારસો હોવાનું તપાસમાં બહાર આવ્યું હતું. પૂર્વ મહિલા કોર્પોરેટર અને તેના પતિને જગ્યા બાબતે અગાઉ નિવૃત પોલીસમેનના ભાઇ સહિતનાએ ધમકી આપ્યાનો ધડાકો થતા ચકચાર મચી ગઇ હતી.

ચેતનભાઇએ સ્યુસાઇડનોટમાં લખ્યું હતું કે, નિવૃત પોલીસમેન ભરતસિંહ અને તેનાભાઇ બાબુસિંહે અન્ય કેટલાક લોકો સાથે મળી કાવત્રુ રચી મંદિરનું ટ્રસ્ટ બનાવી લીધું હતું, ટ્રસ્ટ બનાવવા માટે ચેરિટી કમિશનર પાસે બોગસ દસ્તાવેજો રજુ કર્યા હતા અને બોગસ ઠરાવો પણ પસાર કરી દીધા હતા.
 
રાજપૂત સમાજ લગ્ન સમિતી માટે થોડો સમય જગ્યા ફાળવવાના બ્હાને ભરતસિંહે મંદિરના પટ્ટમાં આવેલી ઓફિસની જગ્યા માગી હતી અને કાયમી જગ્યા મળ્યા બાદ તે પરત કરી દેવાની ખાત્રી આપી હતી પરંતુ ઓફિસની જગ્યા મળ્યા બાદ ચબુતરો અને બગીચો બનાવી દબાણ કરી દીધું હતું. ત્યારબાદ બોગસ દસ્તાવેજના આધારે મોબાઇલનો ટાવર ઉભો કરી દીધો હતો.
 
સંતબાપુની ઓરડીનું તાળું તોડી પોતાનું તાળુ મારી દીધું હતુ અને આ અંગે પૂર્વ કોર્પોરેટર ક્રિષ્નાબેન અને ચેતનભાઇને ધમકી આપી હતી કે, ‘બીજી વખત આવતા નહી નહીતર હાથ-પગ ભાંગી નાખશું’. ચેતનભાઇએ સ્યુસાઇડનોટમાં કોંગ્રેસના કોર્પોરેટર જયેન્દ્રસિંહ ઝાલા, દેવેન્દ્રસિંહ પરમાર, રાજેન્દ્રસિંહ જાડેજા, ઘનુભા જાડેજા, જયદિપસિંહ ઝાલા સહિતનો ઉલ્લેખ કર્યો હતો, જોકે ઉપરોક્ત લોકોની શું ભુમિકા હતી તે અંગે તપાસ શરૂ કરી હતી.
અન્ય સમાચારો પણ છે...