જામનગર શહેરમાં રોગચાળો, બે દિવસમાં 2850 ઓપીડી

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જામનગર: જામનગર શહેરમાં છેલ્લા કેટલાક દિવસથી પડી રહેલા વરસાદ અને આરોગ્ય તંત્રની ઉદાસીનતાને કારણે રોગચાળાએ માથું ઉચક્યું છે અને છેલ્લા બે દિવસમાં જી.જી.હોસ્પિટલમાં શરદી-તાવ સહિતના રોગોના 2850 દર્દીઓએ સારવાર લેવી પડી હતી. રોગચાળો વધુ વકરે તે પૂર્વે આરોગ્ય તંત્ર અસરકારક કાર્યવાહી કરે તે આવશ્યક છે.

 શહેરમાં પડેલા વરસાદને કારણે અનેક વિસ્તારોમાં પાણીના ખાબોચીયા ભરાયા છે, આરોગ્ય વિભાગ દ્વારા ગંદા પાણીના ખાબોચીયામાં દવાનો છંટકાવ સહિતની જરૂરી કાર્યવાહી કરવામાં નહી આવતાં શહેરીજનો પર રોગચાળો ખતરો બનીને ઝળુંબી રહ્યો છે. છેલ્લા બે દિવસમાં જી.જી.હોસ્પિટલમાં નવા 2850 કેસ નોંધાયા હતા, મહતમ દર્દીઓ શરદી-તાવ, ઝાડા-ઉલ્ટીના કેસ હોવાનું હોસ્પિટલ સુત્રોઅએ જણાવ્યું હતું.

 જી.જી.હોસ્પિટલમાં છેલા બે દિવસમાં તાવના 280, ઝાડા-ઉલ્ટીના 160, ડેંગ્યુના 4, મેલેરીયાના કેસ નોંધાયા હતા, આ ઉપરાંત શરદી, કળતર સહિતના દર્દીઓને પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી. જી.જી.હોસ્પિટલના મેડિસીન વિભાગના ડો.અજય તન્નાએ જણાવ્યું હતું કે, હાલમાં વરસાદી માહોલને કારણે લોકોએ પોતાના આરોગ્ય પર વિશેષ ધ્યાન આપવું જોઇએ, ક્લોરીન યુક્ત અથવા ફટકડી વાળા પાણીનો ઉપયોગ કરવો, શક્ય હોઇ તો ઉકાળેલું પાણી પીવું, ઘર નજીક પાણી ભરાવવા નદેવું સહિતની કાળજી રાખવી આવશ્યક છે.
અન્ય સમાચારો પણ છે...