દ્વારકા: પવિત્રધર્મ નગરી દ્વારકાના જગતમંદિરે આવતા વૈષ્ણવો મંદિરમાં કાળીયા ઠાકોરના દર્શનની સાથે સાથે ભગવાન દ્વારકાધિશને પ્રીય અને તેમના ચરણ પાંખળતી પવિત્ર ગોમતીમાં ના દર્શન તથા જલાભીષેક ચોક્કસપણે કરતા હોય છે. દરિયાઇ મોજા અને ગોમતીના વેળ અને સમયસરની જાળવણીના અભાવના લીધે અનેક ધાટ જીર્ણ થતા તેના ખડકો (પથ્થરો) વહી જતા,સ્નાન કરતા યાત્રાળુઓને ઇજાગ્રસ્ત થવાના બનાવો બનતા રહે છે.
દ્વારકા નગરપાલિકાના ચીફ ઓફિસર સી.બી.ડોડિયા દ્વારા ગોમતી સફાઇ અભીયાન હાથ ધરાયું છે જેમાં પાલિકાના જેસીબી તથા ટ્રેકટર દ્વારા ખરાબો, પથ્થરો તથા માટી દુર કરાઇ હતી.
આ સાથે ખાનગી કંપની BVGના કર્મચારી દ્વારા નવા ગોમતી ધાટ પર કચરો કાઠી,યોગ્ય નિકાલ કરી ગોમતી સ્વચ્છતા અભિયાન હાથ ધરાયું હતું. લાખોની સંખ્યામાં આવતા શ્રધ્ધાળુઓ દ્વારા કચરો થતા મોટા પ્રમાણમાં ગંદકી ફેલાઇ હતી.પરંતુ ભક્તોના આસ્થાના પ્રતીક સમાન ગોમતીનદીના સફાઇ અભીયાનથી ગ્રામવાસીઓ તથા આવતા યાત્રાળુઓ ખુશીની લાગણી જોવા મળી હતી.