જામનગર: સૈનિક સ્કૂલમાં બનાવાયેલા નવા સ્વિમિંગપૂલનું ઉદ્દઘાટન કરવામાં આવ્યુંં

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
- સૈનિક સ્કૂલ બાલાચડીમાં બનાવાયેલા નવા સ્વિમિંગપૂલનું ઉદ્દઘાટન કરવામાં આવ્યુંં
- ઉદ્દઘાટન| સ્કૂલના વિદ્યાર્થીઓ તેમજ અધિકારીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત
- વિદ્યાર્થીઓના શારીરીક વિકાસ માટે આ પુલ બનાવાયો છે

જામનગર: સૈનિક સ્કૂલ બાલાચડી દ્વારા નવા સ્વીમીંગ પુલનું નિર્માણ કરવામાં આવ્યું. આ સ્વીમીંગ પુલનું ઉદઘાટન મેજર જનરલ એસ.કે.ભનોત વાયએસએમ,જીઓસી 11 ઈન્ફેન્ટ્રી ડિવીઝન અને એલબીએ ચેરમેન સૈનિક સ્કૂલ બાલાચડી દ્વારા કરવામાં આવ્યું. આ સ્વીમીંગ પુલ સૈનિક સ્કૂલ બાલાચડીના ભુતપૂર્વ વિદ્યાર્થી વીર શહિદ કેપ્ટન નિલેશ સોનીની યાદમાં બનાવવામાં આવ્યો છે.વિદ્યાર્થીના શારીરિક અને માનસિક વિકાસમાં આ સ્વીમીંગ પુલ ખૂબ જ ઉપયોગી નિવળશે અને સાથે સાથે તે વિદ્યાર્થીને નેશનલ ડિફેન્સ એકેડેમીની પૂર્વ તૈયારી માટે પણ એટલો જ ઉપયોગી બની રહેશે.
સૈનિક સ્કૂલ બાલાચડીના પ્રિન્સિપાલ કર્નલ રાજીવ શુક્લાએ મુખ્ય અતિથિનું સ્વાગત કરી સ્કૂલ વિશે જનરલ માહિતી આપી હતી. સ્કૂલનું સમગ્ર વાતાવરણ અને ભૌતિક સુવિધાથી મુખ્ય અતિથિ ખૂબ જ પ્રભાવિત થયા હતા. સમગ્ર સ્ટાફ અને વિદ્યાર્થીને અભિનંદ આપ્યા હતા. સમગ્ર સ્કૂલ સ્ટાફ અને વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા. મુખ્ય અતિથિએ સ્કૂલના વહિવટી બોર્ડની(એલબીએ) મીટીંગમાં હાજરી આપી સ્કૂલ દ્વારા કરવામાં આવેલા વિવિધ કામોની નોંધ લીધી હતી અને આવનાર સમય માટે સ્કૂલના ઓયોજનની માહિતી પણ મેળવી હતી. વિદ્યાર્થીઓના શારીરીક વિકાસ માટે આ પુલ બનાવાયો છે.
આગળ જુઓ વધુ તસવીર...
અન્ય સમાચારો પણ છે...