તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

જામનગરની હોસ્પિટલમાં આયુર્વેદ પધ્ધતિથી થતા સફળ ઓપરેશન

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જામનગર:જામનગર આયુર્વેદ ચિકિત્સા માટેનું એક કેન્દ્વ છે. જામનગર ખાતે આવેલી ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટી દ્વારા સંચાલિત વિશ્વવિદ્યાલયોમાં સર્વોચ્ચ સ્થાને છે. તેમાં કાર્યરત વિવિધ વિભાગોમાં વિવિધ રોગોની સરવાર નિ:શુલ્ક કરવામાં આવે છે. આ સંસ્થામાં બે મુખ્ય વિભાગ છે. સ્નાતક સ્તરના મહાવિદ્યાલય સાથે સંચાલિત હોસ્પિટલ તથા સ્નાતકોત્તર સાથે સંચાલિત આયુર્વેદ હોસ્પિટલ આવેલ છે. આ ઉપરાંત સંસ્થાની પોતાની આયુર્વેદ ફાર્માસી, બોટાનિકલ ગાર્ડન, વિદ્યાર્થીઓના અભ્યાસ માટે ઉપલબ્ધ છે.

-આયુર્વેદ પધ્ધતિથી થતા સફળ ઓપરેશન
-જામનગરની આયુર્વેદિક હોસ્પિટલમાં કાર્યરત "શલ્યતંત્ર વિભાગ' દ્વારા થતી ચિકિત્સા
-અસાધ્ય ગણાતા રોગની પણ સારવાર કરાય
છે
આ સંસ્થામાં વિવિધ રોગોની ચિકિત્સા, ઔષધિના પ્રયોગો, ઓપરેશન વગેરે પર સંશોધન પણ તજજ્ઞ તબીબોના માર્ગદર્શન હેઠળ ચલાવવામાં આવે છે. તે માટે સંસ્થા દ્વારા સંચાલિત ફાર્માસ્યુટિકસ ડિપાર્ટમેન્ટ, ફાર્માકોલોજી, ફાર્માકોગ્નોસી, પેથોલોજી લેબોરેટરી, માઇક્રોબાયોલોજી, બાયો કેમેસ્ટ્રી લેબોરેટરી, એનિમલ હાઉસ, ઇથિકલ કમિટી કાર્યરત છે.આ ઉપરાંત સંદિપ આયુર્વેદાચાર્ય અને સર્જન વૈદ્ય જોશીના જણાવ્યા મુજબ વિવિધ સંશોધનના તારણ તથા શોધપત્રો સમયાંતરે સંસ્થા દ્વારા સંચાલિત સામયિકમાં નિયમિત પ્રસ્તુત કરવામાં આવે છે. સંસ્થા ઇન્સ્ટીટ્યુટ ફોર પોસ્ટ ગેજ્યુએટ ટિચીંગ એન્ડ રીસર્ચ ઇન આયુર્વેદમાં “શલ્યતંત્ર વિભાગ” કાર્યરત છે.
જેમાં અનેક પ્રકારના લાંબા સમયથી ન રૂઝાતા ધાવ, ચાંદુ, મધુમેહજ, ડાયાબિટીક વુંડ, કીટદંશ વગેરેની વિવિધ આયુર્વેદિક ચિકિત્સા પધ્ધતિઓ જેમકે, આયુર્વેદિક ઔષધના લેપ, સ્ક્તમોક્ષણ, જલોકાવચારણ, અગ્નિકર્મ ઇત્યાદિ દ્વારા સારવાર કરવામાં આવે છે. અન્ય પધ્ધતિના ચિકિત્સક દ્વારા અસાધ્ય જાહેર થયેલા ધાવની પણ ઉત્તમ ચિકિત્સા અને સંપુર્ણ રીતે પુર્વવત સામાન્ય ત્વચા આવવી અને ધા રૂઝાઇ જવો તેવા પુરાવા પણ અહિં ઉપલબ્ધ છે. શ્રી ગુલાબકુંવરબા આયુર્વેદ ચિકિત્સાલયના નેજા હેઠળ તાજેતરમાં બે દિવસની ખાસ કોન્ફરન્સ સુશ્રુત પ્રોકટોલોજી (મળમાર્ગના રોગમાં સર્જન)ની યેાજાઇ હતી જેમાં 20 જેટલા દર્દીઓ ઉપર સફળ ઓપરેશન કરવામાં આવ્યા હોવાનું ડો. પશ્મિના જોશીએ જણાવ્યું હતું.
અન્ય સમાચારો પણ છે...