તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જામનગરમાં રખડતા ઢોરનો ત્રાસ, એક મહિનામાં છનાં મોત

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
જામનગરઃ શહેર અને નજીકના લગત માર્ગો પર ખુંટીયાઓ માનવ જીંદગીના ભોગ લઇ રહયા છે જેમાં છેલ્લા એક માસમાં ઢોર હડફેટ આવતા વાહન ચાલકોને જીવલેણ ઇજા થઇ હોય અને મૃત્યુ થયા હેાય તેવા છ બનાવ પોલીસ દફતરે એ.ડી. તરીકે નોંધાયેલા છે. ઉપરાંત ઢોર હડફેટે આવતા વાહન ચાલક અને રાહદારીઓને હાથમાં પગમાં ફેકચર થવાના કે શરીરમાં ઇજા થવાના તો સંખ્યાબધ બનાવો દરરોજ બનતા રહે છે અને લોકો ઢોરના ત્રાસથી પીડાય છે.
એક જ ખખડધજ ગાડી અને 8ના સ્ટાફથી રગડતું ગાડું
હાલની પરિસ્થિતિ એ છે કે, બેફામ અને ભુરાયા બનીને ફરતા આખલાઓને નાથવામાં કોર્પોરેશનનું તંત્ર નિષ્ફળ ગયું છે અને જાહેર માર્ગ પર જેમ કે સવારના સમયે શાળાના વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં જતા હોય, બપોરે પણ વિદ્યાર્થીઓની આવન-જાવન મોટી સંખ્યામાં હોય તેવી જ રીતે કડિયાવાડ, રણજીતનગર, ખોડીયાર કોલેાની સહિતના શાકમાર્કેટ વિસ્તાર આજુબાજુ જંગી સંખ્યામાં ઢોર રખડતા હોય છે જે શાકભાજી લેવા ગયેલી ગૃહિણીઓ માટે આફત બનીને ઝળુબતા હોય છેે તેને નાથવા તંત્રએ ગંભીર પગલા લેવાને બદલે નિર્દોષ લોકોના ઢોરના કારણે થતા મૃત્યુના તમાસા જોવાઇ રહયા છે. ગત સપ્તાહમાં જ સહયોગ હોટલ પાસે ખુંટીયો આડો ઉતરતા બાઇક સવાર મહિલાને માથામાં ઇજા થતા તેણીનું મૃત્યુ નિપજયું હતું અને સાથે રહેલા તેના નણદોયાને ઇજા પહોચી હતી.
પાંચ હજાર રખડતા ઢોરને પૂરવા માટે બે ડબ્બામાં માત્ર 500ની ક્ષમતા

જામનગરમાં જાહેર માર્ગો, શેરીઓ,ગલીઓ તથા સોસાયટીઓમાં મળીને 5 હજાર જેટલા રખડતા ઢોરને પકડવામાં આવે તો પણ બે જ ઢોર ડબ્બાની સુવિધા તંત્ર પાસે છે અને તેની કેપેસીટી માત્ર 500ની જ છે. જામ્યુકોના ઢોર ડબ્બાઓમાંથી 1 રણજીતસાગર ડેમ પાસે છે. તેમાં 350ની કેપીસીટી છે, અને જેમાં હાલ 351 ખૂંટિયા છે, જ્યારે બેડેશ્વર પાસે એક ઢોર ડબ્બો છે તેની કેપીસીટી 150ની છે ત્યાં પણ ગાય અને ખૂંટિયા ભરચક છે. વળી ઢોર પકડવા માટે એક જ ખખડધજ ગાડી કોર્પોરેશન પાસે છે અને માત્ર આઠનો સ્ટાફ પકડવા માટે છે.
વાહનચાલકો માટે વારંવાર ભયજનક સ્થિતિ ઊભી કરતા હોય આખલાઓથી લોકોમાં ભય
ઢોર ડબ્બા સુપરવાઇઝર રાજભા જાડેજાએ જણાવ્યું છે કે, ઢોર પકડવા માટે અમે નિયમિત રાઉન્ડ લગાવીએ છીએ, પરંતુ ઘણી વખત ગાડી આવતી જોઇને ઢોર માલિકો ઢોર તગેડી પણ મૂકે છે. આ ઉપરાંત જાહેરમાં ઢોરને ચારો નાખવામાં આવે છે તેથી ઢોર એકઠા થાય તે બંધ કરાવવા તળાવની પાળ તથા આર્યસમાજ પાસે પગલાં લેવાયા છે તેથી ત્યાં ઢોર એકઠા થતા નથી તે ઉપરાંત પંચેશ્વર ટાવર, ખોડિયાર કોલોની સહિતના વિસ્તારોમાં પણ આ પ્રમાણે જાહેરમાં ચારો વેચવાનું બંધ કરાવવાના છીએ અને શહેરમાં જાહેરમાં કયાંય ચારો ન વેચવાના કમિશનરના જાહેરનામાનો અમલ કરાવવા માટે પગલાં લઇ રહ્યા છીએ. બીજી તરફ દરરોજ એવરેજ 10 થી 15 ઢોર પકડીએ છીએ ઢોર માટેની ફરિયાદો પણ દરરોજ મળતી જ રહે છે.
સઘન ઝુંબેશ ચાલુ છે
રખડતા ઢોરનો ત્રાસ નિવારવા હાલ અમારી સઘન ઝુંબેશ ચાલુ છે તથા ગાય પકડાય તેને રાજકોટની એક ગૌશાળામાં મોકલવા આયોજન કર્યું છે, ઢોર પકડવા જરૂર મુજબ વધુ સ્ટાફ મૂકીએ છીએ, લાંબા ગાળાના આયોજનમાં એનિમલ હોસ્ટેલ બન્યે સમસ્યા ઘણી હલ થશે હાલ રોજ ઢોર પકડવાની કાર્યવાહી ચાલુ છે. - સંજય પંડયા, ડીએમસી, જામ્યુકો.
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે ઘરના કાર્યોને વ્યવસ્થિત કરવામાં વ્યસ્તતા રહેશે. પરિવારના લોકો સાથે આર્થિક સ્થિતિને સારી જાળવી રાખવાને લગતી યોજનાઓ પણ બનશે. કોઇ જૂની જમીન-જાયદાદને લગતા કાર્યો એકબીજાની સલાહ દ્વારા ઉકેલાઈ ...

  વધુ વાંચો