દ્વારકામાં રાજ્યકક્ષાની ચિત્રકળા સ્પર્ધા યોજાઇ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
દ્વારાકા: જન્માષ્ટમીની ઉજવણી તથા નગરના ભાતીગળ સાંસ્કૃતિક વારસાને ઉજાગર કરવા કલા મેળો - 2017નું વિશિષ્ટ આયોજન કરાયું હતું. આયોજીત થનારા કાર્યક્રમોમાં રવિવારે  સવારે 11 વાગ્યે  રાજ્યકક્ષાની ચિત્રકળા સ્પર્ધા એનડીએચ હાઇસ્કુલ ખાતે યોજાઇ હતી.
 
રવિવારે  નૃત્ય તથા સંગીતનો રંગારંગ કાર્યક્રમ નવા ગોમતી ધાટ ખાતે યોજાશે. તા.15 ઓગસ્ટ ના મનમોહક રંગોળી સ્પર્ધા, શીલ્પકળા પ્રદર્શન, બોટલ આર્ટ નિર્દેશન નવા ગોમતી ધાટ ખાતે યોજાશે. આ ઉપરાંત તા.13થી15 અદ્ભુત રેતશિલ્પની ઝાંખી નવા ગોમતી ઘાટ ખાતે રાખવામાં આવશે. આ સાંસ્કૃતિક કાર્યક્રમોમા ભાગ લેવા જનતાને દ્વારકા નગરપાલિકા દ્વારા અનુરોધ કરવામા આવ્યો છે.
અન્ય સમાચારો પણ છે...