• Gujarati News
  • Somnath In Hurt To Hindu Community Handbook Cancel Latest News

સોમનાથમાં હિન્દુને દુભાવતી પુસ્તિકા રદ

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વેરાવળ:બંધારણનાં ઘડવૈયા ડો.બાબા સાહેબ આંબેડકરની 125 મી જન્મજંયતિની ઉજવણી માટે સરકારનાં અનુસૂચિત જાતિ કલ્યાણ વિભાગ દ્વારા તેમના જીવન પર આધારિત પ્રતિજ્ઞાવાળી પુસ્તિકાઓનું સરકારી શાળાઓમાં વિદ્યાર્થીઓમાં વિતરણ કરી વકૃત્વ અને અને નિબંધ સ્પર્ધા યોજવાનું આયોજન કરાયેલ.જે અનુસંધાને ગીર-સોમનાથ જિલ્લાની સરકારી શાળાઓમાં ધો.6 થી 8 નાં વિદ્યાર્થીઓને આ પુસ્તિકાઓનું વિતરણ કરાતા અને તેમાં હિન્દુ ધર્મ અને દેવી-દેવતાઓની ટીકા કરવામાં આવી હોય હિન્દુ સંગઠનો અને સાધુ સમાજમાં ભારે રોષ સાથે આ પુસ્તિકાઓ પરત ખેંચવાની ઉગ્ર માંગણી ઉઠી હતી. જેને લઇને ગીર-સોમનાથ જિલ્લા શિક્ષણાધિકારી કે.પી.પટેલને અનુ.જાતિ સમાજ કલ્યાણ કચેરીનાં અધિકારી દ્વારા ટેલીફોનિક જાણ કરી હતી.