જોડિયા પંથકમાં અધિકારીઓની મીઠી નજરતળે ખનન, પ્રજાને ભારે પરેશાની

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જોડિયાઃ ઊંડ-2 ડેમના હેઠવાસના ગામોમાં ભાદરા, આણંદા, કુન્નડ, બાદનપર અને જોડિયા વારંવાર લેખિત અને મૌખિક રજુઆત કરી છે. પ્રાંત અધિકારી , મામલતદાર જોડિયા અને ગામના આગેવાનો તથા આંદોલનકારીઓ રેતીની લીઝની સ્થળ તપાસ કરતા અનેક મુદાઓ જેતે સમયે ધ્યાને લીધા હતાં. હાલ સુધી તંત્ર દ્વારા એક પણ પગલા લેવામા આવ્યા ન હોવાથી ગ્રામજનોએ આંદોલનની ચિમકી આપી છે. તાકિદે ઘટતુ કરવા માંગ કરી છે.
દરિયાની બાજુમાથી ખનન કરાતું હોવાથી પાણી ગામ સુધી આવી જાય છે

વસંતભાઇ નાથાભાઇ પરમારને જોડિયા તાલુકાના જોડિયા ગામ સર્વે નંબર ઉંડ નદી પટ પૈકી વિસ્તાર 4:90:00 હેકટર લીઝ આપેલ છે પરંતુ તે વિસ્તારની બહારથી જ રેતીનો ઉપાડ કરેલ છે એટલે કે ગેરકાયદે ચોરી કરેલ છે.જે વિસ્તારની રેતી માટેની લીઝ આપી છે તેના બદલે આજુબાજુમાંથી રેતીનો ઉપાડ કર્યો છે.જેની સ્થળ તપાસ કરતા સામે આવ્યું હતું કે,લીઝથી 500 મીટર દુર એક નાનકડી ઓરડી જેવી ઓફિસ બનાવી છે જે જમીન ગૌચરની હોવાની તપાસમાં ખુલ્યું હતું.જે જગ્યાએ લીઝ આપી છે ત્યાં જવા માટેના રસ્તાઓ પર રેતી ભરેલ ડમ્પરો ત્યાં પાણી નીતારે છે જેથી કરીને રસ્તાનું ધોવાણ પણ થયેલ છે.
લીઝથી 500 મીટર દુર ખેડુતો અને માછીમારોનો જાહેર રસ્તો છે જેના પર રેતી ભરેલા ડમ્પરો દ્વારા પાણી નીતારવામાં આવે છે જેથી કરીને આ ખારૂ પાણી ખેડૂતોની જમીનની અંદર આવે છે જેથી કરીને ખેડુતોની જમીનની અંદર વાવેલા પાકનું નુકશાન થાય છે જેથી કરીને ખેડૂતો બરબાદ થાય છે.આ લીઝ ધારકની રોજબરોજ ડમ્પરોમાં ગેરકાયદે રેતી ભરે છે અને અવાર-નવાર પોલીસ ખાતા દ્વારા આવા ડમ્પરો જે ઓવરલોડ હોય છે તેને પકડેલ પણ છે અને ડમ્પરો ઉપર તાલપત્રી કે કોઇપણ જાતનું કવર ઢાંકવામાં આવતું નથી.
ચેરના વૃક્ષોનું છેદન પણ કરાયું
આ લીઝની બાજુમાં આવેલ મરીનના વવોલા ચેરના વૃક્ષો વાવેલા હતા તે પણ આ લીઝ ધારકોએ વૃક્ષોનું પણ છેદન કાઢી નાખેલ છે.કોર્ટ દ્વારા રેતીની લીઝ માટે લીઝ ધારકને મંજુરી આપેલી તે અમને શીરે માન્ય છે પરંતુ આ લીઝ ધારકે કોર્ટના નિયમોનો ભંગ છે તો શરત ભંગ પણ થાય છે. આ લીઝ ધારકે દરિયાની અંદર આડો રસ્તો બનાવેલ છે જેના કારણે દરીયાનું પાણી બાજુના વિસ્તારમાં ફેલાઇ છે.જે સ્થળોએ નદીના પાણી સાથે ખારા પાણીના ભળી જવાની શકયતા હોય તેવા સ્થળોએ સાદી રેતી ખનીજનું ઉત્ખનન કરી શકાશે નહી તેવી રજુઆતો આ અંગે કલેકટરને આવેદનપત્ર પાઠવ્યું હતું.
ખોદકામને કારણે રસ્તાઓ બિસ્માર
આ રસ્તો ખુબ જ સાંકડો હોવાના કારણે ડમ્પરો અને ખેડુત, માછીમારો વચ્ચે વાંરવાર બોલાચાલી થાય છે અને આ રસ્તાની અંદર રેતીથી ભરેલા ડમ્પરોનું અવર-જવરના કારણે આ રસ્તામાં ખાડાઓ પણ છે જે ખેડુતો અને માછીમારો માટે ખુબ જ અડચણો થાય છે ખેડુતોને પોતાની જમીન પર જવા માટે ખુબ જ લાચારી ભોગવવી પડે છે.
અન્ય સમાચારો પણ છે...