તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સલાયા બંદરને આરડીએકસથી ઉડાવી દેવાનો આતંકીનો પ્લાન નિષ્ફળ થયો

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સલાયાઃ સલાયા બંદર અંતિ સંવેદનશીલ વિસ્તાર માનવામાં આવે છે જયાં અવાર-નવાર શંકાસ્પદ હાલતમાં લોકો અવર-જવર કરતા મળી આવતા હોય છે જેમાં તંત્રને સલાયા બંદરને આરડીએકસથી આતંકીઓ દ્વારા ઉડાડી દેવાનો પ્લાન ઘડાયાની બાતમી મળતાં તંત્ર હરકતમાં આવ્યું હતું અને સલાયા બંદર વિસ્તારમાં તપાસ હાથ ધરી હતી.

જેમાં એક બોટને હાઇજેક કરી આતંકીઓ તેમા ઘુસ્યાના સમાચાર મળતા પોલીસ કાફલો બંદર વિસ્તારમાં પહોચ્યો હતો. જયાં એક સર્ચ ઓપરેશન હાથ ધરી આતંકીઓના આ પ્લાનને નિષ્ફળ કર્યો હતો. અંતે સતાવાર જાહેરાત કરવામાં આવી હતી કે આ એક મોકડ્રીલ છે જેથી લોકોએ નિરાતનો દમ લીધો હતો. સાગર કવચ કવાયત અંતર્ગત નેવી, કોસ્ટગાર્ડ તથા ગુજરાત મરીન પોલીસ દ્વારા આતંકી હુમલો થાય તો કઇ રીતે તેનો સામનો કરવો આ માટે એક મોકડ્રીલ યોજાઇ હતી.

જેમાં એક માછીમારની બોટ હાઇજેક કરેલી જેમાં એક માછીમારીની બોટ હાઇજેક કરી આરડીએકસ સાથે આતંકીઓ સલાયા બંદરને ઉડાડી દેવાના છે એવી માહિતી મળતા સલાયા મરીન પોલીસ સ્ટેશનના પીએસઆઇ ગળચર તથા સ્ટાફ દ્વારા દરિયામાં સર્ચ ઓપરેશન કરી બોટ તથા આતંકીઓને પકડી પાડયા હતાં. આરડીએકસનું એક બોકસ જપ્ત કરાયું હતું. આવા મોકડ્રીલે સલાયાની પ્રજામાં ભારે કુતુહલ જગાવેલ અંતે આ મોકડ્રીલ છે તેવી જાણ થતા પ્રજામાં શાંતી પ્રસરી હતી.તાજેતરમાં જ સ્થાનિક તંત્ર દ્વારા ધાર્મિક સ્થળોની સુરક્ષાની ચકાસણી માટે પણ એક મોકડ્રીલ યોજવામાં આવી હતી અને સુરક્ષાની ચકાસણી કરી હતી.
અન્ય સમાચારો પણ છે...