તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જામનગર: એટીએમમાંથી રૂ.500ની કોરી ક્ષતિયુક્ત ચલણી નોટ નીકળી

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
જામનગર: જામનગરમાં એટીએમમાંથી રૂ.500ની કોરી અને ક્ષતિયુક્ત ચલણી નોટ નીકળતા આશ્ચર્યની સાથે ચકચાર જાગી છે. યુવાને એટીએમમાંથી રૂ.10000 ઉપાડતા 20માંથી 6 નોટમાં આવી ભૂલથી અનેક સવાલ ઉઠ્યા છે. આ ભૂલભરેલી નોટ બેંકમાં બદલવામાં યુવાનને પગે પાણી ઉતર્યા હતાં.

રૂ.10000 ઉપાડતા 20માંથી 6 નોટમાં આવી નીકળી

શહેરમાં કાલાવડ નાકા બહાર મહારાજા સોસાયટીમાં રહેતા અલ્તાફ ચાકી (ઉ.વ.28) એચડીએફસી બેકમાં ખાતું ધરાવે છે.સોમવારે અલ્તાફભાઇ શહેરના રણજીતમાં આવેલી બેંક ઓફ બરોડાની શાખાની બહાર આવેલા આ બેંકના એટીએમમાંથી નાણાં ઉપાડવા  સાંજે ચારેક વાગ્યાની આસપાસ ગયા હતાં. બીઓબીના એટીએમમાંથી અલ્તાફભાઇએ રૂ.10000 ઉપાડ્યા હતાં. આથી એટીએમ મશીનમાંથી રૂ.500ની 20 નવી ચલણી નોટો નીકળી હતી. આથી તેઓએ આ ચલણી નોટ ગણતા એક નોટ એકબાજુ કોરી તો ત્રણ નોટમાં હિન્દીમાં લખવામાં આવેલા રૂ.500 ભૂંસાયેલા અને બે નોટમાં સિરિયલ નંબર ન હોવાથી અલ્તાફ ભાઇ ભારે મૂંઝવણની સાથે આશ્ચર્યચકિત થઇ ગયા હતાં.

યુવાનને બેંકમાં નોટ બદલવામાં પગે પાણી ઉતર્યા

આ બનાવની તેઓએ તુરંત  એટીએમના સિક્યુરિટી ગાર્ડને જાણ કરી હતી. આથી ગાર્ડે બેંકના મેનેજરને આ બનાવથી વાકેફ કર્યા હતાં.બેંકના મેનેજરે અલ્તાફભાઇને ક્ષતિયુકત નોટ બદલાવવા આરબીઆઇનો સંપર્ક કરવા જણાવ્યું હતું, પરંતુ તેઓએ બીઓબીના એટીએમમાંથી આ ચલણી નોટ નીકળી હોય અને તેના  પુરાવા સીસીટીવીમાં હોય તેમ જણાવતા આખરે બેંકના મેનેજરે આરબીઆઇના અધિકારીઓનો સંપર્ક કરી નિયમ મુજબની પ્રક્રિયા બાદ ક્ષતિયુક્ત નોટ બદલી આપી હતી.
 
આગળની સ્લાઇડ્સમાં વાંચો, 500ની બદલવામાં 3 કલાક બગડી....
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

  વધુ વાંચો