તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જામનગર સાથે પ્રમુખ સ્વામી બાપાનો ઘનિષ્ઠ સબંધ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
જામનગર: બી.એ.પી.એસ. સ્વામિનારાયણ સંસ્થાના અધ્યક્ષ, લાખો લોકોના પ્રેરણામૂર્તિ ગુરુદેવ અને મહાન સેવામય સંત પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજે શનિવારના રોજ સાંજે 6 વાગ્યે તીર્થધામ સારંગપુર ખાતે અંતિમ શ્વાસ લઈને અક્ષરધામ-ગમન કર્યું છે. ત્યારે પ્રાણપ્યારા ગુરુદેવ અને આ મહાન સંતવિભૂતિની વસમી વિદાય વેળાએ સમગ્ર બી.એ.પી.એસ. સ્વામિનારાયણ સંસ્થા અને દેશ-વિદેશના અસંખ્ય ભક્તો-ભાવિકો ઊંડા આઘાતની લાગણી અનુભવે છે તેની સાથે જામનગરના પણ 1200 કુટુંબમાં સંતસગ હોય જેના 10 હજાર હરીભકતો ભારે શોકની લાગણી અનુભવી રહયા છે. હાલ જામનગરના સમર્પણ હોસ્પિટલ પાસે આવેલા મંદિરે સ્વામીનારાયણ મહામંત્રની ધુન ચાલુ કરવામાં આવી છે અને આગામી સમયમાં હજારોની સંખ્યામાં જામનગરના હરીભકતો પ્રમુખ સ્વામીના દર્શન કરવા રવાના થશે.
પ્રમુખ સ્વામીના અક્ષરધામ ગમનથી 1200 કુટુંબના 10 હજાર હરિભક્તોમાં શોકની લાગણી ફેલાઇ
જામનગરનું સ્વામિનારાયણ મંદિર પ્રમુખ સ્વામિ મહારાજની રૂચિનું મંદિર છે વર્ષ 2008માં પોતાના સ્વહસ્તે પ્રમુખ સ્વામિ મહારાજે જામનગર સ્વામિ નારાયણ મંદિરનાે શિલાન્યાસ કર્યો હતો. તેમજ વર્ષ 1974થી તેઓ જામનગર અનેકવાર પધાર્યા છે અને હરીભકતોને લાભ આપ્યો છે. વર્ષ 2005માં જયારે તેઓ જામનગર પધારેલા ત્યારે તેમણે કહયં. હતું કે, જામનગર શહેરમાં આવેલા કડીયાવાડ વિસ્તારમાં તેમણે તથા તેમના ગુરૂ યોગીજી મહારાજે ઘરોઘર ઝોડી માંગેલી છે અને તમામ ઘરના ફળીયા પાવન કર્યા છે. હાલ જામનગરના બીએપીએસ સ્વામીનારાયણ મંદિરમાં સ્વામીનારાયણ મહામંત્રની ધુન શરૂ કરી દેવાય છે. આમ પ્રમુખ સ્વામી મહારાજનો જામનગર સાથે ઘનિષ્ઠ સંબંધ રહયો છે ત્યારે જામનગરના હરીભકતોમાં પણ ઘેરો શોક ફેલાયો છે જોકે સતપુરૂષ કયારેય પણ પૃથ્વી ઉપરથી જતા નથી તેની સાક્ષી પુરાવતો આજનો દિવસ છે કેમ કે, સ્વામિનારાયણ ભગવાને પણ જયારે અક્ષરઘામ ગમન કર્યુ હતું ત્યારે તીથી સુદ-10 હતી અને પ્રમુખ સ્વામી મહારાજે અક્ષરઘામ કર્યુ છે ત્યારે અાજે સુદ-10ની તીથી છે.

સોના જેવું મંદિર કરવાનો પ્રમુખ સ્વામીનો સંકલ્પ હતો

આમ તો બીએપીએસ સંસ્થાના તમામ મંદિર પ્રમુખ સ્વામીની રૂચિના જ છે પરંતુ વિશેષ રૂચિના તેમના ત્રણ મંદિર હતા જેમાં ભાવનગર, જુનાગઢ સાથે જામનગરનો પણ સમાવેશ થાય છે. જામનગરમાં સોના જેવું મંદિર કરવાનો પ્રમુખ સ્વામિનો સંકલ્પ હતો અને એમના માટે તેઓએ અનેકવાર જામનગર પધારી જમીન જોઇ હતી. હાલ સમર્પણ પાસેની જગ્યામાં મંદિર કર્યા બાદ સુરજનું પ્રથમ કિરણ મંદિર પર પડે છે ત્યારે સોના જેવા મંદિરનો પ્રમુખ સ્વામીનો સંકલ્પ સિધ્ધ થતો દેખાય છે.

જામનગરના 90 યુવાનોને દીક્ષા આપી હતી

પ્રમુખ સ્વામી મહારાજનો જામનગર સાથે ઘનિષ્ઠ સંબંધ પુરવાર કરતો વધુ એક દાખલો એ છેકે, પ્રમુખ સ્વામી મહારાજ દ્વારા જામનગરના 90થી વધુ યુવાનોને ભાગવતી દિક્ષા આપવામાં આવી છે અને હમણા જ થોડા સમય પહેલા જ જામનગરના ત્રણ યુવાનોને પ્રમુખ સ્વામી મહારાજે ભાગવતી દિક્ષા આપી છે. પ્રમુખ સ્વામી મહારાજના હેત સાથે જોડાયને આ યુવાનોએ દિક્ષા લીધી હતી.
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- પોઝિટિવ બની રહેવા માટે થોડી ધાર્મિક અને અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવો યોગ્ય રહેશે. ઘરની દેખરેખ તથા સાફ-સફાઈને લગતા કાર્યોમાં પણ તમે વ્યસ્ત રહી શકો છો. કોઇ વિશેષ લક્ષ્યને પ્રાપ્ત કરવા ...

  વધુ વાંચો