જામનગર: સાંસદ પૂનમ માડમ 8 ફૂટ ઊંડા નાળામાં પડ્યા, બીજા બે લોકો પણ પડ્યા

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જામનગરઃ જામનગર ખાતે જલારામ ઝૂંપડપટ્ટીમાં ડિમોલિશન વખતે કેનાલ પરની પાપડી તૂટવાની ઘટનામાં ઇજાગ્રસ્ત થયેલા સાંસદ પૂનમબેન માડમની મુંબઇ સ્થિત હોસ્પિટલમાં સર્જરી કરવામાં આવી હતી. હાલ તેમની તબિયત સુધારા પર હોવાનું જણાવવામાં આવ્યું છે. નોંધનીય છે કે સોમવારે કોર્પોરેશન દ્વારા ઓપરેશન ડિમોલેશન હાથ ધરવામાં આવ્યું હતું, જે સબબ પૂનમબેન માડમ રહેવાસીઓ માટે બે દિવસની મુદ્દત માગવા સંદર્ભે કોર્પોરેશનના અધિકારીઓ સાથે ચર્ચા કરવા ગયા હતા. દરમિયાન કેનાલ પર મુકવામાં આવેલી પાપડી તૂટી પડી હતી. જેમાં પૂનમબેનને માથાના ભાગે ઇજા થઇ હતી. તેમને સારવાર માટે સ્થાનિક ખાનગી હોસ્પિટલમાં અને ત્યારબાદ તાત્કાલિક ધોરણે મુંબઇ સ્થિત હરિકિશન રિલાયન્સ મેડિકલ ફાઉન્ડેશન હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.
જામનગરના ડોક્ટરો પણ તેમની સાથે મુંબઈ ગયા

ઘટના બાદ ઈજાગ્રસ્ત થયેલા પૂનમબેનને શરૂઆતમાં જામનગરની સ્થાનિક હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા, ત્યાર બાદ વધારે સારવારની જરૂરીયાત જણાતા તેમને તાબડતોડ મુંબઈ સારવાર માટે રવાના કરવામાં આવ્યા હતા. જેમાં તેમની સાથે જામનગરના ડો.એ.ડી.રુપારેલિયા, જનરલ સર્જન ડો. ચેતન મહેતા મુંબઈ પહોચ્યા હતા. જ્યાં હરિકીશન રિલાઇન્સ મેડિકલ ફાઉન્ડેશન નામની હોસ્પિટલમાં તેમને સારવાર આપવામાં આવી રહી હતી અને એક કલાકની સર્જરી બાદ તબિયત સારી હોવાનું જણાવવામાં આવ્યું હતું.
માનવતાના ધોરણે પણ ડિમોલિશન અટકાવાયું નહીં: વિપક્ષી નેતા
આ અંગે વિપક્ષી નેતાએ જણાવ્યું હતું કે અકસ્માતે સાંસદ તેમજ ત્રણ-ચાર લોકો કેનાલમાં પડી ગયા હોવા છતાં કોર્પોરેશનના અધિકારીઓએ માનવતાના ધોરણે પણ ડિમોલિશન કાર્યવાહી અટકાવી ન હતી. વિપક્ષના નેતા અસલમ ખીલજીએ જણાવ્યુ હતું કે એક તરફ મેટરની કોર્ટમાં સુનવણી થવાની હતી, છતાં ડિમોલિશન કરાયું જેથી જવાબદારો સામે કન્ટેન્ટ ઓફ કોર્ટ કરવામાં આવશે. ચાર કલાક સુધી લોકોને હેરાનગતિ થઈ તેનું પણ વળતર માંગવામાં આવશે. અકસ્માત બાદ વધારે જેસીબી મંગાવી શક્ય એટલું વધુ બાંધકામ તોડવા માટે કોર્પોરેશને ઉતાવળ આદરી હતી. અકસ્માત સમયે કોર્પોરેશનના અધિકારીઓએ બચાવવાની કોઈ જહેમત ઉઠાવી ન હતી. બીજી તરફ વીજ વિભાગ દ્વારા વીજ જોડાણ કાપી મીટર પણ લઈ જવાયા છે.
આગળની સ્લાઈમાં જુઓ સમગ્ર ઘટનાક્રમઃ પૂનમ માડમ કેવી રીતે નાળામાં પડી ગયા, અને તેમને બહાર કાઢીને હોસ્પિટલમાં ખસેડાયા
તમામ તસવીરો : હિરેન હીરપરા, જામનગર
અન્ય સમાચારો પણ છે...