તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ખંભાળીયા: પાણી ન મળતા લોકોમાં ઉગ્ર રોષ, રસ્તા પર ચક્કાજામ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ખંભાળીયા: દ્વારકા જિલ્લાની સૌથી મોટી ઓખા નગરપાલિકાના સુરજકરાડી તેમજ ઉદ્યોગનગર વિસ્તારમાં 10 થી 18 દિવસે પાણી વિતરણની ફરિયાદને પગલે યુવાનો  મહિલાઓ નગરપાલિકાની ઓફિસે ઘેરાવ કર્યો હતો.  ઓખા દ્વારકા વચ્ચેના જાહેર માર્ગેને બંધ કરી પોતાનો વિરોધો દર્શાવ્યો હતો. 10 દિવસથી પાણી ન મળતા મહિલાઓ અને સ્થાનિકો પાણી વહેલી તકે વિતરણ કરવા આક્રોશ વ્યકત કર્યો હતો.
 
દ્વારકા જિલ્લાની સૌથી મોટી ઓખા પાલિકામાં પીવાના પાણી,આરોગ્ય,શિક્ષણ જેવી ખુબજ ઉપયોગી અને જીવન જરૂરિયાત માટે હાલમાં લોકોને રસ્તા પર આવવું પડે છે.સરકારી તંત્ર અને સ્થાનીક રાજકીય આગેવાનો જાડી ચામડીના થઇ ગયા છે, જ્યા સુધી લોકો પોતાની સમસ્યા લઈને રસ્તા રોકો આદોલનોના કરે ત્યાં સુધી કોઈ પણ કામ થતા જ નથી.ઓખા નગરપાલિકાના મોટાભાગના વિસ્તારોમાં 10 થી 18 દિવસે પાણી વિતરણ કરતા આજે સવારે સ્થાનિક મહિલાનો અને યુવાનો ઓખા નાગરપાલિકના સુરજકરાડી વિસ્તારની કચેરી સામે રોડ પર બેસી ગયા હતા.
 
ઓખાથી દ્વારકા અને દ્વારકાથી ઓખા જતા તમામ વાહનોને રોકીને ચક્કાજામ કર્યા હતા. મહિલાઓ અને યુવાનો દ્વારા અચાનક રસ્તા રોકો આંદોલન કરતા સ્થાનિક રાજકીય આગેવાનો,ઓખા પાલિકાના પ્રમુખ અને ઉપ-પ્રમુખ અને મીઠાપુર,ઓખાની પોલીસ સ્ટાફ દોડી આવ્યો હતો,અને લોકોને સમજવાનો પ્રયાસ કરાયો હતો,જોકે લોકો પોતાની માંગણીથી અડગ જાણતા ઓખા નાગરપાલિકના ઈન ચાર્જ ચીફ ઓફિસર ડોડિયા દ્વારકાથી દોડી આવ્યા હતા.
 
આ અંગે વધુ વાંચવા આગળની સ્લાઇડ્સ પર ક્લિક કરો...
અન્ય સમાચારો પણ છે...