તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

જામનગરમાં એસપીજીના પ્રમુખ પર PASSના કાર્યકરોનો હુમલો

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જામનગર: જામનગરમાં હાર્દિક પટેલની હાજરીમાં જ જામનગરના એસપીજીના પ્રમુખ પર પાસના 15 જેટલા હોદ્દેદારોએ હુમલો કરતા એસપીજીના પ્રમુખને જી.જી. હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. રવિવારે રાત્રે 10 વાગ્યા આસપાસ બનેલી આ ઘટનાથી પોલીસતંત્રમાં પણ દોડધામ મચી ગઇ હતી.

હાર્દિક પટેલની હાજરીમાં જ 15 શખ્સ હથિયાર સાથે તૂટી પડયા

એસપીજીના જામનગરના પ્રમુખ જીતુભાઇ નિલેશભાઇ હરસોડાએ પોલીસને જણાવ્યું હતું કે, હાર્દીક પટેલ અનામતના નામે પાટીદારોને ગેરમાર્ગે દોરી રાજકીય ખેલ ખેલી રહ્યો છે. આથી પોતે હાર્દિકનો વિરોધ કરવા માટે ગોકુલનગર નજીક જુના જકાતનાકા પાસે ટમેટા લઇને ઉભો હતો ત્યારે હાર્દિક જે કારમાં હતો તેની સામે ઉભા રહીને વિરોધ કરતા 15 શખ્સ લાકડી અને પાઇપ સાથે ધસી આવી પોતાના પર હુમલો કરી દીધો હતો. 
 
વધુ તસવીરો જોવા આગળની સ્લાઇડ્સ પર ક્લિક કરો...
અન્ય સમાચારો પણ છે...