તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભાટિયા: PHCમાં તબીબોની માત્ર ચોપડે જ હાજરી, ગામના લોકોને ધરમના ધક્કા

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ભાટિયા: ભાટીયામાં આવેલ પીએચસી સેન્ટરમાં ઘણા સમયથી ડોક્ટરોની પાંખી હાજરી હોવાથી ગ્રામજનોને ભારે પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો છે. મેડિકલ ઓફિસરની નિમણૂક કરવા છતાં પણ આવા ડોક્ટરો નિયત સમયે હાજર ન રહેતા અને નિયમિત પોતાની ફરજ ન બજાવતા હોવાથી લાેકોમાં નારાજગી ફેલાઇ જવા પામી છે.

ગામના લોકોને ધરમના ધક્કા

ભાટીયાના પીએચસી સેન્ટરમાં નિયમિત ફરજ ન બજાવતા ડોક્ટરોથી આસપાસના ગામના લોકોને ધરમના ધક્કા ખાવા પડી રહ્યા છે. દવા લેવા આવનાર દર્દીઓને ત્યાં ફરજ બજાવતા સ્ટાફ દ્વારા દવાઓ આપવામાં આવે છે. આ દવાખાનું છેલ્લા 20 વર્ષથી કાર્યરત છે, પરંતુ અપૂરતા સ્ટાફને લીધે ગ્રામજનોને નાછૂટકે ખાનગી હોસ્પિટલોમાં જવાની ફરજ પડી રહી છે. આમ જોઇએ તો કલ્યાણપુર તાલુકામાં આવેલા પીએચસી સેન્ટરમાં સ્ટાફની અછત વર્તાય રહી છે. જેની હાલાકીનો સામનો આજુબાજુના ગ્રામ્ય લોકો કરી રહ્યા છે.

ડોકટરો પોતાની ફરજમાં બેદરકારી

આ ઉપરાંત સરકારી યોજનાઓમાં સગર્ભા સ્ત્રીઓને આપવાની સલાહો અથવા અમુક પ્રકારના રોગોની જનજાગૃતિ કરવાની હોય તે પણ અહિના આરોગ્ય વિભાગ દ્વારા કરવામાં આવતી નથી. આવા ડોકટરો પોતાની ફરજમાં બેદરકારી દાખવાતા હોવા છતાં હાજરી સરકારી રજિસ્ટરમાં ડોક્ટરોની હાજરી પૂરાતી હોવાની ચર્ચાઓ જાગી છે. સવારથી સાંજ સુધીનો સમય હોવા છતાં આવા ડોક્ટરો નિયત સમયમાં આવતા ન હોવાથી પંથકના લોકોમાં ભારે રોષ ભભૂક્યો છે.

તપાસ કરી યોગ્ય કાર્યવાહી કરાશે

કલ્યાણપુર તાલુકાના ટીએચઓ તિવારી સાથે વાત કરતા તેઓએ જણાવ્યું હતું કે, અા વિશે મારી પાસે વધુ વિગત નથી, પરંતુ તપાસ કરી સંબંધિત વિભાગને નોટિસ પાઠવવામાં અાવશે તેમજ જરૂર પડયે તો વધારે કડક કાર્યવાહી કરીને પણ લોકોની લાગણીને માન આપી પીએચસીને ફરી ધમધમતું કરાશે. 

ડોક્ટર તથા સ્ટાફ અંગેનો પ્રશ્ન દૂર કરાશે

જિલ્લા પંચાયત આરોગ્ય સમિતિના ચેરમેન જેતુબેન વિઠ્ઠલભાઇ સોનગરાએ જણાવ્યું હતું કે, જિલ્લા આરોગ્ય અધિકારીને આ અંગેની જાણ કરવામાં આવશે અને ડોક્ટર તથા સ્ટાફની અપૂરતી કામગીરી અંગેની ચર્ચાઓ કરી લોકોને પડતી હાલાકી દૂર કરવામાં આવશે.
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

  વધુ વાંચો