તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

24 કલાકમાં જામનગરમાં એક ઇંચ વરસાદ, અન્ય તાલુકામાં ઝાપટાં

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જામનગર:  હાલારમાં વરસાદના આવા-ગમન વચ્ચે છેલ્લાં 24 કલાકમાં જામનગરમાં પોણો ઇંચ વરસાદ વરસ્યો છે,તો અન્ય તાલુકાઓમાં ફરફર વરસાદ એટલે કે ઝાપટા પડયા છે.મંગળવારે ધૂપ-છાંવ વચ્ચે હળવા-ભારે ઝાપટા વચ્ચે લોકોમાં આશ્ચર્ય સર્જાયું હતું.દિવસભર વરસાદી વાતાવરણ રહેવા છતાં મેઘરાજા મન મૂકીને વરસતા નથી. જામનગર અને દેવભૂમિ દ્રારકા જિલ્લામાં રવિવારે રાતથી વાતાવરણમાં પલટો આવતાં મેઘરાજાનું ધીમા પગલે આગમન થયું છે.વરસાદી માહોલ વચ્ચે સોમવારે બંને જિલ્લામાં હળવા-ભારે ઝાપટા પડયા હતાં.આ સિલસિલો મંગળવારે પણ યથાવત રહયો હતો.સોમવારે સાંજે 6 વાગ્યાથી મંગળવારે સાંજે 6 વાગ્યા સુધીમાં જામનગરમાં ઝાપટા સ્વરૂપે પોણો ઇંચ વરસાદ નોંધાયો હતો.જયારે લાલપુર,ધ્રોલ,જામજોઘપુર,ખંભાળિયા,દ્રારકા અને ભાણવડમાં વરસાદના ઝાપટા પડયા હતાં.જયારે જોડીયા,કાલાવડ અને કલ્યાણપુર તાલુકો કોરાધાકોડ રહયા હતાં.બે દિવસથી આકાશમાં કાળા ડીંબાગ વાદળોને કારણે સતત વરસાદી માહોલ જોવા મળી રહયો છે,પરંતુ મેઘરાજા મન મુકીને વરસતા નથી આથી લોકોમાં નીરાશા સાંપડી છે. વરસાદી માહોલ વચ્ચે છેલ્લાં પુરા થતાં 24 કલાક દરમ્યાન મહતમ તાપમાન 31.8 ડીગ્રી અને લધુતમ તાપમાન 25.5 ડીગ્રી નોંધાયું હતું.જયારે વાતાવરણમાં ભેજનું પ્રમાણ 90 ટકા રહયું હતું.
 
60 કીમીની ઝડપે પવન ફૂંકાતા મિનિવાવાઝોડાનો માહોલ
 
જામનગરમાં મંગળવારે 60 કીમી પ્રતિકલાકની ઝડપે પવન ફૂંકાતા મીનીવાવાઝોડા જેવો માહોલ જોવા મળ્યો હતો.ભારે પવન સાથે વરસાદી ઝાપટાના કારણે રાહદારીઓ અને વાહનચાલકોને ભારે પરેશાનીનો સામનો કરવો પડયો હતો.
અન્ય સમાચારો પણ છે...