તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઓખા નગરપાલિકાની ચૂંટણી બાદ EVMની સુરક્ષામાં તંત્ર ઉણું ઉતર્યું

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
જામનગરઃ ઓખા નગરપાલિકાની 1 થી 8 વોર્ડની ચુંટણી પુર્ણ થયા બાદ પ્રાંત અધિકારી દ્વારા શારદાપીઠ કોલેજમા ઇવીએમ મશીનો રાખવામા આવ્યા છે. હાલ કોલેજ કાર્યરત હોવાથી અનેક વિધ્યાર્થીઓ અભ્યાસ કરતા હોવાથી સુરક્ષા વ્યવસ્થામા અનેક ક્ષતીઓ રહી જવા પામી હોવાનુ પાલિકાના સભ્યો દ્વારા જાણવા મળ્યુ છે. ઇવએમ જેવા મહત્ત્વના સાધનોને આ રીતે સાચવવા પડે તે વહીવટી તંત્રની નાલેશીજનક બાબત ગણી શકાય.
ચૂંટણી અધિકારી એવા પ્રાંતઅધિકારીની ઘોર બેદરકારી છતી થઇ
જે અંગે આગામી દિવસોમા લીટીગેશનો ઉભા થાય તેવી શક્યતાઓ નિવારી શકાતી નથી કેમકે ઇવીએમની સલામતી અને દેખરેખ માટે અપુરતો બંદોબસ્ત રખાયો છે. ઓખાનગરપાલિકાની ચુંટણીમા 1 થી 8 વોર્ડના 47 જેટલા ઇવીએમ મશીનો 15 જેટલા રીઝર્વ મશીનો દ્વારકાનીશારદાપીઠ કોલેજમા સુરક્ષીત રાખવામા આવ્યા છે. આ નિર્ણય પ્રાંતઅધિકારી દ્વારા લેવામા આવ્યો હોવાથી નગરપાલિકાના સભ્યોમા કચાવાટની લાગણી ઉત્પન થઈ છે.
કોલેજમાં ઇવીએમ મશીનો રખાતા વિદ્યાર્થીઓને અન્યત્ર ખસેડાયા

હાલ શાળા કાર્યરત હોવાથી અનેક વિધ્યાર્થીઓ અહી અભ્યાસ કરતા હોય છે. તેમજ આ ઇવીએમ મશીનો જ્યા આવક જાવક થતી ન હોય તેવી જગ્યાએ ગોઠવવાનુ હોય છે. પરંતુ હાલ શારદાપીઠ કોલેજમા ગોઠવવામા આવ્યા છે. પાલિકાના સભ્યોનો આક્ષેપ છેકે પ્રાંત અધિકારી જોષી ચેકિંગ કરતા નથી . હાલ આ ઇ.વી.એમ. મશીનો એસઆરપીની દેખરેખ હેઠળ રખાયા છે પરંતુ આ સુરક્ષા અપુરતી હોવાનું કહેવામાં આવે છે.છતા પણ 31 જુલાઇ ના રોજ વોર્ડ નં 9 ની ચુંટણી હોવાથી તથા 2 ઓગસ્ટના રોજ પરિણામ હોવાથી પ્રાંત અધિકારી દ્વારા દરરોજ રાઉન્ડ લગાડવામા આવે તેવી રજુઆત કરાઇ છે.

શારદાપીઠ કોલેજમા વિદ્યાર્થીઓના અભ્યાસના રૂમને ઇવીએમ મશીનના સાચવવામાઆવતા વિદ્યાર્થીઓને અન્યત્ર રૂમમા ખસેડવામા આવ્યા છે. પાલિકાના સભ્યોએ જણાવ્યુ છેકે તંત્ર દ્વારા ઇવીએમ મશીનોની ગોઠવણી સુરક્ષીત અને ખાનગી જગ્યામા કરવામા આવે જેથી આગામી સમયમા વિદ્યાર્થીઓનો અભ્યાસમા વિક્ષેપ ન પડે તેવુ જણાવ્યુ હતુ.
કલેક્ટરની સૂચના ઘોળીને પી ગયા

દેવભુમી દ્વારકા જિલ્લાના જિલ્લા ચુંટણી અધિકારી એવા કલેકટર એચ.કે.પટેલ કે જેઓ ચોક્કસાઇના ખુબજ આગ્રહી છે તેમણે ઓખા નગરપાલિકાની ચુંટણી બાબતે કોઇ કચાશ રહેવા ન પામે તે માટે ખાસ મિટીંગ બોલાવીને ચુંટણી અધિકારી એવા દ્વારકાના પ્રાંત અધિકારીને સુચના આપી હતી તેમ છતા ચુંટણી જાહેર થઈ ત્યારથી અત્યાર સુધીમા આચારસંહિતાના ભંગના અનેક કિસ્સાઓ બનવા પામ્યા છે જેને ચુંટણી અધિકારી નજરઅંદાજ કર્યાનો પણ પ્રત્યક્ષ કે પરોક્ષ નગરપાલિકા સાથે સંકળાયેલા જાણકારોનો આક્ષેપ છે. અને એક પણ કિસ્સા રેકર્ડ ઉપર લેવામા આવ્યા નથી. અને ઉમેરાયુ છેકે ચુંટણી અધિકારી કલેકટરની સુચનાને ઘોળીને પી ગયા છે તે અંગે તટસ્થ તપાસ થવી જોઇએ.
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇ જગ્યાએ રોકાણ કરવા માટે સમય ઉત્તમ છે, પરંતુ કોઇ અનુભવી વ્યક્તિનું માર્ગદર્શન લો. ધાર્મિક તથા અધ્યાત્મિક ગતિવિધિઓમાં પણ તમારું વિશેષ યોગદાન રહેશે. કોઇ નજીકના સંબંધી દ્વારા શુભ સૂચના મળી શક...

  વધુ વાંચો