તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ખંભાળિયા: બે લાખની લાંચમાં અધિકારી ઝડપાયો

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
- ખંભાળિયાની મંડળીમાં વોટિંગ લિસ્ટમાં નામ સામેલ કરવા માટે લાંચ મગાઇ હતી

ખંભાળિયા: ખંભાળિયાની મંડળી માટે નામ ચડાવવા માટે ફડચા અધિકારીએ રૂા. પાંચ લાખની લાંચ માગ્યા બાદ બીજા હપ્તાના રૂા. બે લાખની રોકડ રકમ લાંચ સ્વરૂપે સ્વીકારતા એનટી કરપ્શન બ્યુરો દ્વારા રંગે હાથ ઝડપી લેવામાં આવ્યા છે.

ખંભાળિયા તાલુકા સહિત સમગ્ર દેવભૂમિ દ્વારકા િજલ્લામાં વિવિધ મંડળીઓનો વહીવટ ખંભાળિયાના માર્કેટીગ યાર્ડ પરિસરમાં આવેલ જિલ્લા રજીસ્ટ્રાર સહકારી મંડળી કચેરી ખાતે થાય છે જેમાં ફડચા અધિકારી તરીકે વર્ગ-3ના કર્મચારી રાજાભાઇ કારાભાઇ સીંગરખીયા ફરજ બજાવે છે.

આ અંતર્ગત જામનગરના રહેવાસી ભટ્ટ મનિષભાઇ નરશીભાઇ અત્રી નામના યુવાનની ભાટિયા માર્કેટીગ યાર્ડના ઇલેકશનમાં તેમના ગ્રુપની ચાર સહકારી મંડળીને અગાઉ મતાધિકારમાંથી રદ્દ કરવામાં આવેલ તે ચાર મંડળીને મતાધિકાર આપી શકાય તે હેતુથી વોટીગ લીસ્ટમાં નામ સામેલ કરવા માટે ઓફિસ સેક્રેટરી અને ફડચા અધિકારી રાજા કારાભાઇ સીંગરખીયા સમક્ષ મનિષભાઇ અત્રી દ્વારા રજુઆત કરાઇ હતી.

આ માટે મનિષભાઇ સમક્ષ રૂા. પાંચ લાખની માંગણી કરવામાં આવી હતી લાંચની આ રકમનો રૂા. બે લાખનો પ્રથમ હપ્તો ગત તા. 6 ફેબ્રુઆરીના રોજ ચુકવી અપાયા બાદ આજરોજ શુક્રવારે બીજી રકમ ચુકવવાનું નકકી કરાયું હતું.

આના અનુસંધાને મનિષભાઇ અત્રી દ્વારા એસીબીના પોલીસ ઇન્સ. હિમાંશુ દોશીને જાણ કરાતાં આ અંગેનું છટકું ગોઠવવામાં આવ્યું હતું. જેમાં ખંભાળિયા-જામનગર હાઇવે રોડ પર પડાણા ગામના પાટિયા નજીક ફરિયાદી મનિષભાઇ અત્રીની મોટરકારમાં રૂા. બે લાખની રોકડ રકમ લાંચ સ્વરૂપે સ્વીકારતાં એસીબી પીઆઇ એચ.પી. દોશી તથા સ્ટાફે રાજાભાઇ સીંગરખીયાને આબાદ ઝડપી લીધા હતાં.
અન્ય સમાચારો પણ છે...