તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જામનગર પંથકમાં બંધને મિશ્ર પ્રતિસાદ, ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
જામનગરઃ સૌરાષ્ટ્ર સહિત જામનગરના વિવિધ ભાગોમાં સતત બીજા દિવસે પણ દલિતો પરના અત્યાચારના વિરોધમાં પ્રદર્શન જારી રહ્યું હતું. જેના કારણે કેટલાક વિસ્તારોમાં જનજીવનને માઠી અસર પહોચી હતી. સોમવારે જામનગર શહેર તથા લતિપર ચોકડી પાસે બે અનિચ્છ્ન્ય બનાવો નોધાયા બાદ મંગળવારે પણ વધુ એક વખત તોફાની તત્વો જામનગરમાં રોડ પર ઉતરી આવ્યા હતા.
જામનગરમાં ફરી એકવાર પરિસ્થિતિ તંગ બની હતી, ચુસ્ત પોલીસ બંદોબસ્તથી કોઈ અનિચ્છનીય બનાવ ન બન્યા
પોલીસ પર પથ્થર મારો કર્યો હતો જેના વડતા જવાબમાં પોલીસે હળવો લાઠી ચાર્જ અને ટીયર ગેસનું ફાયરિંગ કર્યું હતું. જ્યારે બુધવારે ગુજરાત બંધના એલાનને જામનગર શહેરમાં મિશ્ર પ્રતિસાદ મળ્યો હતો. બંધ કરવવા આવેલા એક ટોળાંએ જામનગરના અનુપમ ટોકિસ પાસે આવેલા સ્ટરલાઇટ કોમ્પ્લેક્સમાં પથ્થર મારો કર્યો હતો અને ખુરશી, પાઇપ અને માટલાં સહિતની વસ્તુઑ તોડી નાખી હતી.

લાલપુરમાં પણ મંગળવાર રાત્રિના ધસી આવેલા 60 લોકોના ટોળાંએ ત્યાં પડેલી 4 એસટી બસના કાચ તોડી નાખ્યા હતા અને તેને આગ લગાડવા જતાં હતા ત્યાં પોલીસ પ્રગટ થતાં તેઓ નાશી છૂટ્યા હતા. આ સમગ્ર બનાવના પગલે જામનગર દોડી આવેલા પોલીસ ટ્રેનીંગ સેન્ટરઆ ડીઆઇજી એમ.એમ.અનારવાલાએ જામનગરની મુલાકાત લીધી હતી.

જિલ્લાના ધ્રોલ, લાલપુર, જામજોધપુર અને દ્વારકા જિલ્લાના ભાણવડ, સુરજકરાડી સહિતના ગામો સજજડ બંધ રહ્યા હતા અને આ તમામ ગામોમાં આવેદનપત્ર પણ આપવામાં આવ્યા હતા. આ તમામ વચ્ચે ઓખમંડળના સુરજકરાડીમાં વિશાળ રેલી સહિતના વિરોધ પ્રદર્શન દરમિયાન 26 વર્ષીય ભરત મંગાભાઈ સોલંકી નામના દલિત યુવાને રેલી દરમિયાન ફિનાઇલ પી લેતા તેને મીઠપૂરની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યારે હાલ ભારેલા અગ્નિ જેવુ વાતાવરણ અનુભવાઈ રહ્યું છે. બુધવારે મોડી સાંજે િસકકા હાઇવે પર પણ રસ્તા રોકો કરાયું હતું.
વધુ વિગતો વાંચો આગળની સ્લાઈડ્સમાં....
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમે તમારા કામને નવું સ્વરૂપ આપવા માટે વધારે રચનાત્મક રીત અપનાવશો. આ સમયે શારીરિ રૂપથી પણ તમે પોતાને સ્વસ્થ અનુભવ કરશો. તમારા પ્રિયજનોની મુશ્કેલ સમયમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિ...

  વધુ વાંચો