તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

જી.જી.હોસ્પિટલમાં બીમાર દર્દી ઢોરની ઢીંકે ચડે નહીં તો કુદરતનો આભાર માનવો

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક

જામનગર: શહેરની જી.જી.હોસ્પિટલ તેના રેઢિયાળ તંત્ર માટે કુખ્યાત છે. દર્દીઓને અનેક મુશ્કેલીનો સામનો કરવો પડે છે, પરંતુ સત્તાધીશોને દર્દીઓની વેદના સંભળાતી નથી. હોસ્પિટલમાં સિક્યુરિટી કોન્ટ્રાક્ટ પાછળ વર્ષે લાખો રૂપિયા ખર્ચવામાં આવે છે, પરંતુ કાગળ પર જેટલા સિક્યુરિટી ગાર્ડ દર્શાવવામાં આવે છે અને જેટલી રકમ વસૂલવામાં આવે છે તેટલા ગાર્ડ ફરજ પર હોતા નથી,

 

તેના કારણે હોસ્પિટલમાં ગાય સહિતના પશુઓ ઘૂસી જાય છે. હોસ્પિટલના વોર્ડમાં દર્દીઓને સ્ટ્રેચરમાં લઇને તેમના પરિવારજનો ખાટલા સુધી પહોંચાડે તે પૂર્વે ગાયનો સામનો ફરજિયાત બને છે. જો ગાયની ઢીંકે ન ચડે તો કુદરતનો આભાર માનવો પડે તેવી સ્થિતિ સર્જાઇ છે. ઉપરોક્ત સ્થિતિ જોઇને સત્તાધીશો જાગશે કે કેમ તેના પર સહુની મીટ મંડાઇ છે. 

 

(તસવીરો હિરેન હિરપરા)

 

વધુ તસવીરો જોવા માટે આગળની સ્લાઈડ્સ પર ક્લિક કરો...

 
અન્ય સમાચારો પણ છે...