સમગ્ર હાલાર પંથકમાં મેઘમહેર અવિરત

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જામનગર: હાલારમાં અષાઢીબીજથી શરૂ થયેલી મેઘમહેર અવિરત રહી છે.બુધવારે રાત્રિના 8 વાગ્યાથી ગુરુવારે સાંજે 6 વાગ્યા સુધીમાં ખંભાળિયામાં 3, લાલપુરમાં 1.5 અને દ્વારકા, ધ્રોલ, ભાણવડમાં પોણો ઇંચ વરસાદ વરસ્યો છે, જ્યારે જામનગર અને અન્ય તાલુકામાં વરસાદી વાતાવરણ વચ્ચે ઝાપટાં પડ્યા છે.
 
જામનગર અને દ્વારકા જિલ્લામાં ગુરુવારના પણ ધીંગી મેઘસવારી યથાવત્ રહી હતી. ખંભાળિયામાં બુધવારે રાત્રે અડધાથી વધુ ઇંચ વરસાદ બાદ ગુરુવારના સવારથી મેઘરાજાએ પુન: પધરામણી કરી હતી. બપોરે 10 થી 12 ની વચ્ચે બે કલાકમાં દોઢ ઇંચ પાણી પડ્યું હતું. છેલ્લાં 24 કલાકમાં ખંભાળિયામાં 3 ઇંચ વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. દ્વારકામાં 18 મીમી, ભાણવડમાં 19 મીમી, લાલપુરમાં 31મીમી, કલ્યાણપુરમાં 12 મીમી, ધ્રોલમાં 20 મીમી,
 
જામજોધપુરમાં 10 મીમી વરસાદ વરસ્યો હતો, જ્યારે જામનગરમાં વરસાદી વાતવરણ વચ્ચે માત્ર હળવા ઝાપટાં પડતાં 2 મીમી વરસાદ નોંધાયો છે. જોડિયા તાલુકો ગુરુવારના પણ કોરોધાકોડ રહ્યો હતો.