તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સુરજકરાડીમાં નદીના પટમાંથી અનેક વસ્તુઓ નીકળતા ચકચાર

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરજકરાડીઃ સુરજકરાડી દેવભુમી દ્વારકાના સુરજકરાડીમાં આવેલ જય અંબે ગરબીચોકમાં એક નંદી બહુ જ બિમાર અને સુતેલી હાલત પડ્યો હતો. જે અંગે રહેવાસીઓને જાણ થતા તુરંત માધવ પાંજરાપોળમાં જાણ કરવામાં આવી હતી. જોકે પાંજરાપોળમાં લઇ જવામાં આવતા સારવાર મળે તે પહેલા તેમનું મૃત્યુ નિપજયુ હતું. બાદમાં પાંજરાપોળના ડોકટરો દ્વારા વધુ તપાસ અર્થે નંદીના પેટમાંથી 35 કીલો પ્લાસ્ટિકના જબલા, લોખંડની કેટલીક વસ્તુ નિકળી હતી.
 
જેમાં  સાતથી આઠ લોખંડની ખીલી, લોખંડના વાઇસર અને નટ બોલ અને ગળામા પહેરવાની મેટલની  માળા અને કાચનો ટુકડો, રબર અને 15થી 20  પથ્થરના ટુકડા નિકળ્યા હતાં. આમ અનેક વસ્તુઓ પેટમાં હોવાથી નંદીનું મૃત્યુ નિપજયું હોવાનું સામે આવ્યું હતું.
અન્ય સમાચારો પણ છે...