તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જામનગરઃ પરિણીતાને સાસરિયાંઓએ મરવા માટે મજબૂર કરી હોવાની ફરિયાદ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
જામનગરઃ કલ્યાણપુરના કાનપર શેરડી ગામમાં રહેતા એક યુવાનની પત્ની શુક્રવારે રાત્રિના સૂઈ ગયા બાદ શનિવારે સવારે ન ઉઠતાં તેણીના સાસરિયાઓ હોસ્પિટલે લઈ જતાં તબીબે મૃત્યુ જાહેર કરી હતી. આ પરિણીતા છેલ્લા બે વર્ષથી મગજની બીમારીથી ત્રસ્ત હોવાના કારણે ઊંઘમાં જ મૃત્યુ પામી હોવાની જાહેરાત મહિલાના પતિએ કરી હતી. મૃતક પરિણીતાના પિતા દ્વારા પતિ, સાસુ, સસરા સામે ગંભીર આક્ષેપ કરતાં જણાવ્યુ હતું કે, તેણીની પુત્રીને આ ત્રણેય દ્વારા અવાર-નવાર મેણાં-ટોણાં મારી ઢીકાપાટુનો મારમારી અભાગણી ભાઈ વગરની મરતી નથી તેવા શબ્દો કહી ત્રાસ આપવામાં આવતો હતો આ અસહ્ય ત્રાસ બાદ કોઈપણ કારણોસર તેણીની પુત્રીને મારવા માટે મજબૂર કરી હતી. આથી ત્રણેય સામે વિધિવત ગુનો નોધાવ્યો હતો.
કલ્યાણપુરમાં આ બનાવે ભારે ચકચાર મચાવી હતી, જો કે સાસરિયાંઓનું નિવેદન કઈ અલગ જ છે

કાનપર શેરડી ગામમાં રહેતા સવદાસભાઈ ગોજિયાની પત્ની મંજુબેન ઉર્ફે ધાનીબેન શુક્રવારે સૂઈ ગયા બાદ શનિવારે ઉઠતાં તેણીના સાસરિયાઓ હોસ્પિટલે લઈ જતાં ફરજ પરના તબીબે તેણીને મૃત્યુ પામેલી જાહેર કરી હતી. મંજુબેનને છેલ્લા બે વર્ષથી મગજની બીમારી હોય અને આ બીમારીના કારણે ઊંઘમાં જ મૃત્યુ પામી હોવાની જાહેરાત મહિલાના પતિએ કરી હતી.મૃતક પરિણીતાના પિતા લાખાભાઇ જોગલ દ્વારા પરિણીતાના પતિ સવદાસભાઈ ગોજિયા, સાસુ ધાનીબેન,સસરા વિરાભાઈ સામે આક્ષેપ કરતાં જણાવ્યુ હતું કે, પુત્રી મંજુબેનને આ ત્રણેય દ્વારા મેણાં-ટોણાં મારી ઢીકાપાટુનો મારમારી અભાગણી ભાઈ વગરની મરતી નથી તેવું કહી ત્રાસ આપવામાં આવતો હતો. ત્રાસ બાદ કોઈ કારણોસર પુત્રીને મારવા માટે મજબૂર કરી હતી આથી તેનું મૃત્યુ નીપજયું હતું અને ત્રણેય સામે મરવા માટે મજબૂર કર્યાની ફરિયાદ નોધાવી હતી.
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પડકાર આપનાર રહેશે. છતાંય તમે તમારી યોગ્યતા અને મહેનત દ્વારા દરેક પરિસ્થિતિનો સામનો કરવામાં સક્ષમ રહેશો. લોકો તમારા કાર્યોના વખાણ કરશે. ભવિષ્યને લગતી યોજનાઓને લઇને પણ પરિવાર સાથે થોડી ચર્...

  વધુ વાંચો