તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

જી.જી હોસ્પિટલમાં ઇદની રજા સાથે લિફ્ટને પણ રજા

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જામનગર: જામનગરની જી.જી હોસ્પીટલમાં નફ્ફટ તંત્રના અણઘડ વહિવટને કારણે હાલાકી અને અસુવિધાઓથી દર્દિઓની હાલત દિન-પ્રતિદિન કફોડી બનતી જાય છે.હોસ્પટલના જવાબદાર તંત્રના પાપે અવાર નવાર લિફ્ટો બંધ હાલતમાં જોવા મળતી હોય છે.

જેમાં ત્વચા વિભાગ તેમજ સ્વાઇન ફ્લુ વિભાગની સામેની લિફ્ટો વારંવાર બંધ થઇ જતાં દર્દિઓ મુશ્કેલીનો સામનો કરતાં જોવા મળી રહ્યા છે.હોસ્પીટલમાં શનીવારના દિવસે એક સાથે ચાર લિફ્ટો બંધ હાલતમાં જોવા મળી આવી હતી પરિણામે દર્દિઓની હાલત કફોડી બની હતી.

હોસ્પીટલમાં શહેર તથા જીલ્લામાંથી હજારોની સંખ્યામાં દર્દિઓનું સારવાર માટે આવાગમન રહેતું હોય છે.પરંતુ જી.જી હોસ્પીટલના નફ્ફટ તંત્રના અણઘડ વહીવટના કારણે દર્દિઓએ અસુવિધાનો પણ સામનો કરવો પડી રહ્યો છે. 

જેમાં શનીવારે હોસ્પીટલના ત્વચા વિભાગ,સ્વાઇન ફ્લુ વોર્ડ,સર્જીકલ વિભાગ તેમજ કેસબારી સહિત એક સાથે ચાર લિફ્ટો બંધ હાલતમાં જોવા મળી આવી હતી.
જેમાં શનીવારે સર્જીકલ વિભાગની લિફ્ટ અચાનક બંધ થઇ જતાં દર્દિઓ અધ્ધ વચ્ચે અડધી કલાક ફસાયા હતાં.  જી.જી.હોસ્પીટલનાં દરેક વોર્ડ ચાર ચાર માળની બિલ્ડીંગ ધરાવતા હોય જેથી ઉપર તેમજ નીચે આવવા માટે દર્દિઓને ફરિજીયાત પણે લિફ્ટનો સહારો લેવાની ફરજ પડતી હોય છે.

પરંતુ વારંવાર લિફ્ટો બંધ થઇ જતાં  દર્દિઓ પારાવાર મુશ્કેલી અનુભવતા હોય છે.જેથી તંત્રવાહકો સામે ફિટકારની લાગણી જન્મી છે. નવાઇની વાત તો એ છે કે હોસ્પીટલના ત્વચા વિભાગની લિફ્ટની કામગીરી છેલ્લા બે મહિનાથી બંધ હાલતમાં હોય પરંતુ હજુ સુધી કોઇ જ કાર્યવાહી કરવામાં ન આવતા પરીસ્થીતી જૈસે થે જેવી છે.

સારવાર અર્થે આવતાં દર્દિઓમાં હાલ પ્રશ્ન ઉઠ્યો છે કે તંત્ર દ્રારા સત્વરે લિફ્ટોને સુવિધા સર્ભર કરી ચાલુ કરી દર્દિઓની અસુવિધા હલ કરવી જોઇએ.પરંતુ જોવાનું એ રહે છે કે તંત્ર ક્યારે ઉંઘમાંથી જાગીને કામગીરી હાથ ધરશે. દરમિયાન આ અંગે હોસ્પિટલમાં ઉચ્ચ અધિકારીઓનો સંપર્ક કરવાનો પ્રયાસ કરાયો હતો. પરંતુ તેમાંથી કોઇ ઉપલબ્ધ થયુ ન હતું.
અન્ય સમાચારો પણ છે...