તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ધ્રોલ: પાટીદાર એકતા યાત્રામાં વિશાળ જનમેદની ઊમટી

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ધ્રોલ:ધ્રોલમાં તેમજ રૂટ પર આવતા ગામોમાં પાટીદાર એકતા યાત્રાનું ભવ્ય સ્વાગત કરાયું હતું યાત્રાને સત્કારવા પાટીદારો ઉમટી પડયા હતાં યાત્રા બે કલાક મોડી પહોચી હતી પરંતુ પાટીદારોએ ઉમળકાભેર સ્વાગત કર્યુ હતું. ધ્રોલથી ફલ્લા ચારસો મોટરસાયકલ લઇ પાટીદાર યુવાનોએ યાત્રાનું પાઇલોટીગ કરી ધ્રોલનાં ઉમીયાચોક ખાતે પાટીદારોની વિશાળ સંખ્યામાં ઉપસ્થિતિમાં જાહેર સભા અને લોક ડાયરો યોજાયો હતો. સભામાં અગ્રણીઓએ પ્રહારો કર્યા હતાં તેમજ વ્યસન મુકિત અને બેટી બચાવો ઉપર ભાર મુકયો હતો. જેમાં જામનગર ગ્રામ્ય ધારાસભ્ય રાઘવજીભાઇ પટેલ અને જામ. ડી.કો.ઓપ. બેંકના માજી ચેરમેન ગોવિંદભાઇ અમૃતિયાએ તમાકુના વ્યસન મુકિતની પહેલ કરી હતી અને યુવાનોએ વ્યસન મુકિતની જાહેરાત કરી હતી તેમજ પાટીદારોએ ઉદાર હાથે ફાળાની જાહેરાતો કરી હતી.
-પાટીદાર એકતા યાત્રામાં વિશાળ જનમેદની ઊમટી
-સભા અને લોકડાયરામાં પાટીદાર બહેનોએ ભાગ લીધો
-બે કલાક રથયાત્રા મોડી હોવા છતાં લોકોએ વિશાળ સંખ્યામાં ભાગ લીધો
સીદસરથી તા. 24મીએ શરૂ થયેલી પાટીદારોની એકતા યાત્રા શુક્રવારે સાંજે ધ્રોલમાં પહોચી હતી જોકે યાત્રા નિર્ધારીત સમય કરતા બે કલાક મોડી પહોચી હતી. પરંતુ યાત્રાને પાટીદારોએ ઉત્સાહભેર સત્કારી હતી યાત્રા કાલાવડથી નિકળ્યા બાદ રૂટમાં આવતા પાટીદારોના ગામડાઓમાં યાત્રાનું ઠેર-ઠેર સ્વાગત કરાયું હતું ધ્રોલથી ચારસો મોટરસાયકલ સવાર પાસ સમિતિનાં પાટીદાર યુવાનો એકતા યાત્રાને ફલ્લાથી ધ્રોલ સુધી પાઇલોટીંગ કરી સ્વાગત કર્યુ હતું. ધ્રોલનાં ખારવા રોડ પર પાટીદાર ભાઇઓ અને બહેનો રથનાં દર્શન કરવા બહાેળી સંખ્યામાં ઉમટયા હતાં જય સરદાર અને જય પાટીદારનાં નારાઓ ગુંજી ઉઠયા હતાં.
ધ્રોલનાં ઉમિયા ચોક ખાતે યોજાયેલ સભા અને લોક ડાયરામાં પાટીદારો તેમજ પાસ સમિતિનાં સભ્યોની બહોળી ઉપસ્થિતિમાં યાત્રામાં સાથે રહેલ સૌરાષ્ટ્ર ઝોનના પાસનાં કન્વીનર લલિતભાઇ વસોયા, નિલેશભાઇ એરવાડીયા, અરવિંદભાઇ પટેલ, જામનગર ગ્રામ્ય ધારાસભ્ય રાઘવજીભાઇ પટેલ, જામ.ડી.કો.ઓપ. બેંકના માજી ચેરમેન ગોવિંદભાઇ અમૃતીયા ધ્રોલ તાલુકા પાસનાં કન્વીનર વિનુભાઇ ભાલોડીયા, ધ્રોલ શહેર પાસ કન્વીનર હિતેશભાઇ કાસુન્દ્રા સહિતનાં અગ્રણીઓની ઉપસ્થિતિમાં નિલેશભાઇ અરેવાડીયાએ જણાવ્યું હતું કે હવેથી કડવા લેઉઆ નહી પરંતુ માત્ર પાટીદાર સમાજ કહેવાશે. સમાજને એક કરવામાં જો રાજદ્રોહ લાગતો હોય તે તે ભુલ હજુ પણ કરવા તૈયાર છું પટેલનો પાવર અંગ્રેજોને ખબર પડે છે જયારે આપણાં ગુજરાત અને દિલ્હીનાં નેતાઓને ખબર નથી પડતી તેવું જણાવ્યું હતું.
આ અંગેની વધુ વિગતો વાંચવા આગળની સ્લાઇડ પર ક્લિક કરો...
અન્ય સમાચારો પણ છે...