તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સંગીત વિશારદનું ખંભાળિયામાં આગમન, રંગાયું ઓડિશિ નૃત્યના રંગે

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ખંભાળિયા: નેશ્વરમાં વર્ષ 1971માં જન્મેલા અને વિશ્વ પ્રસિધ્ધ સંગીત વિશારદ એવા ઓરિસ્સાના ઓડીશી નૃત્યના પ્રસિધ્ધ નૃત્યાંગના પુષ્પીતાબેન મિશ્રાનું ખંભાળિયામાં આગમન થયું છે. નૃત્યાંગના શ્રીમતી મિશ્રા કેન્દ્ર સરકારની યોજના હેઠળ જુદી-જુદી શાળાઓમાં પાંચ દિવસ ઓડીશી નૃત્ય તથા તેમની કલા રજુ કરશે.
ત્રણ વર્ષની ઉંમરે પદ્મશ્રી ગુરૂ પંજક ચરણદાસના માર્ગદર્શન હેઠળ તાલીમ પામેલા શ્રીમતી પુષ્પીતાબેન મિશ્રા ઓરિસ્સાના સૌથી મોટા મહારી એવોર્ડ, રાજીવ ગાંધી સદ્દભાવના સન્માન, અમર ઉજાલા સન્માન, નૃત્ય ચુડામણી સન્માન, મધર પ્રતિભા સહિત અનેક એવોર્ડ મેળવેલા તથા ભારતના અનેક રાજયોમાં ઓરિસ્સાની આ ઓડિશી નૃત્ય કલાને પ્રદર્શીત કરી બહુમાન મેળવી ચુકયા છે. તેમની સાથે વાદ્યમાં પણ બે નિષ્ણાંત કલાકારો સ્વદેશ મોહન્ત અને માનસકુમાર સારંગ પણ જોડાયા છે.
ખંભાળિયાના હર્ષદપુરની વિજય સ્કુલ તથા નવીવાડી શાળામાં આ નૃત્યાંગનાના નૃત્યનું નિદર્શન યોજાયું હતું. આ સ્થળે તેમના દ્વારા ભગવાન જગન્નાથ સમક્ષ થતાં વિશિષ્ટ નૃત્ય સાથે ગાંધીજીના પ્રિય ગુજરાતી ભજન વૈષ્ણવજન પણ નૃત્યમાં રજુ કર્યુ હતું.
અન્ય સમાચારો પણ છે...