તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઓખા અને બેટ વચ્ચેની જર્જરિત જેટીથી ભાવિકો પરેશાન

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
દ્વારકાઃ ઓખાથી યાત્રાધામ બેટ દ્વારકા વચ્ચે આવક જાવક માટે એકમાત્ર પેસેન્જર ફેરી બોટની સુવિધા છે. યાત્રાળુઓ તેમજ બેટના સ્થાનીક લોકોને પરિવહન કરવા 150 થી વધુ પેસેન્જર બોટ સર્વિસ અહી ચલાવવામા આવી રહી છે. અહી વર્ષો જુની જેટીઓ દ્વારા તમામ વ્યવહાર ચાલી રહ્યો છે.
અનિચ્છનીય ઘટના બને તે પહેલા મરામત કરવી જરૂરી

આ જેટીઓ જર્જરીત હોવાથી ક્યારેક ગમખ્વાર અકસ્માત થઇ શકે છે. તેથી આ જેટીઓ રીપેર કરાવવા અનેક વખત રજુઆત કરાઇ છે. નિંભરતંત્ર એક પણ રજુઆતો ધ્યાને લેતુ નથી. દ્વારકાને હેરીટેઝનો દરજ્જો મળ્યાબાદ યાત્રાળુઓનો ધસારો પણ વધ્યો છે.

દ્વારકા અને ઓખામા સ્થિત તમામ જેટીઓ પર રોજબરોજ અનેક યાત્રાળૂઓ આવક જાવક કરતા હોય છે. અહીની જેટીઓ જર્જરીત હોવાથી રીપેર કરવાની જરૂર હોય આ અંગે ઓખા તથા દ્વારકાના અગ્રણીઓ દ્વારા અનેક વખત રજુઆત કરાઇ છે. કમનસીબે તંત્રની ઉંઘ ન ઉડતા હજુ સુધી યથાસ્થિતિ જળવાઇ રહી છે. જેના કારણે અહી દર વર્ષે આવતા લાખો ભાવીકો તેમજ સ્થાનીકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.

તાજેતરમા વરસાદી સિઝનમા અહી સમુદ્રમા કરન્ટ વધવાથી તેમજ વરસાદી માહોલમા બન્ને સાઇડમા જેટીઓને નુકશાન થવા પામી છે. અને ખંડિત થઇ હોવા છતા આ અંગે તંત્ર દ્વારા એક પણ પ્રકારનુ કામ કરવામા આવ્યુ નથી.તાજેતરમા અહી ભવિષ્યમા ચારસો કરોડના ખર્ચે અન્ડર વોટર ગ્લાસ બ્રીજની વાતો કરવામા આવી છે. પરંતુ વર્તમાન પરિસ્થિતિ જે સવલતો ઉપલબ્ધ છે. તેને સુધારવાની અને અહીની પ્રજાની માંગને કોઇ સત્તાધારીઓએ સમજી નથી તે નરી વાસ્તવિકતા છે.
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે માર્કેટિંગ કે મીડિયાને લગતી કોઇપણ મહત્ત્વપૂર્ણ જાણકારી મળી શકે છે, જે તમારી આર્થિક સ્થિતિ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. કોઇપણ ફોન કોલને ઇગ્નોર ન કરો. તમારા મોટાભાગના કામ સહજ અને આરામદાયક ...

  વધુ વાંચો