તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હાલારના ખગોળશાસ્ત્રીએ શોધ્યા 4 નવા લઘુગ્રહ,મળી છે આંતરરાષ્ટ્રિય માન્યતા

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જામનગરઃ જામનગરના ખગોળશાસ્ત્રી ધીરેન મેસવાણીયા તથા તેમના કોમ્પ્યુટર સાયન્સના વિદ્યાર્થીઓ દ્વારા તાજેતરમાં એકસાથે ૪ નવા લઘુગ્રહોની શોધ કરવામાં આવી છે. પોલારિસ ક્લાસીસના વિદ્યાર્થીઓની ખગોળ વિજ્ઞાનના પ્રસાર તથા સંશોધન માટે પોલારિસ સર્ચ ટીમ બનાવવામાં આવી છે. આ ટીમે ફેબ્રુઆરી-16, એપ્રિલ-16 એટલે કે ગ્લોબલ એસ્ટ્રોનોમી મન્થમાં ઈન્ટરનેશનલ એસ્ટેરોઈડ સર્ચ કેમ્પેઈન હેઠળ લઘુગ્રહોના શોધમાં ભાગ લીધો હતો.

આ પ્રોજેક્ટ આઈએએસસી-ઈન્ટરનેશનલ એસ્ટ્રોનોમિકલ સર્ચ કોલાબોરેશન સંસ્થા કે જે ખાસ વિદ્યાર્થીઓ માટે ચાલે છે. આ સંસ્થા એટલે કે, આઈએએસસી દ્વારા ટીમને અવકાશી ફોટોગ્રાફસ આપવામાં આવ્યાં હતાં. પાનસ્ટાર્સ નામની ઓબ્ઝર્વટરી તા. ૧.૮ મીટર ટેલિસ્કોપ દ્વારા લેવાયેલા આ ફોટોગ્રાફ્સ ત્યારપછી એસ્ટ્રોનોમર ધીરેન મેસવાણીયા સાથે મળીને વિદ્યાર્થીઓ વૈજ્ઞાનિક અને ગાણિતિક તપાસ કરે. આ ફોટોગ્રાફમાં જો કોઈ એસ્ટેરોઈડ હોય તો તેની મહત્ત્વની ગણતરીઓ નોંધવાની થાય. ત્યારપછી આ રિપોર્ટ આઈએએસસી સંસ્થાને મોકલવામાં આવે છે.

આગળ વાંચો, ગ્રહને મળી છે માન્યતા
અન્ય સમાચારો પણ છે...