હાપા યાર્ડમાં આગથી 800 ગુણી ખાક, બપોરે અચાનક આગ લાગતાં ભારે દોડધામ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જામનગરઃ જામનગરમાં આવેલા હાપા માર્કેટિંગ યાર્ડમાં ખુલ્લામાં પડેલા 800 ગુણી પાકના જથ્થામાં સોમવારે બપોરે અચાનક આગ લાગતાં ભારે દોડધામ મચી જવા પામી હતી. આગના પગલે ફાયરબ્રિગેડ ઘટનાસ્થળે દોડી ગયું હતું. લગભગ એક કલાક સુધી બે ગાડી પાણીનું ફાયરિંગ કર્યા બાદ આ આગ પર કાબૂ મેળવવામાં આવ્યો હતો. જ્યારે અચાનક લાગેલી આગનું કારણ જાણવા પ્રયત્ન કરવામાં આવી રહ્યા હોવાનું જાણવા મળ્યું હતું.

જામનગરના હાપા માર્કેટિંગ યાર્ડમાં સૌરાષ્ટ્ર તમામ શહેરો અને તાલુકાઑ માથી ખેડૂતો પોતાના પાક વેચવા માટે આવતા હોય છે. હાલ  હાપા યાર્ડમાં અજમા અને જીરૂના પાકની મબલક આવક થઈ હતી. હાલ સોમવારે ધૂળેટીના તહેવારના કારણે માર્કેટિંગ યાર્ડ સોમવારે બંધ હતું. તે વેળા ખુલ્લામાં પડેલી અજમા અને જીરૂની 800 ગુણીમાં અચાનક આગ લાગ લાગી હતી. જે અંગેની જાણ ફાયર જવાનોને કરવામાં આવતા ફાયરનો સ્ટાફ તુરંત ઘટના સ્થળે પહોચ્યો હતો.

યાર્ડમાં સિક્યુરિટી વધારવા માગણી
જિલ્લા ભાજપ પ્રમુખ માર્કેટિંગ યાર્ડના ડાયરેક્ટર ચંદ્રેશભાઈ પટેલ તથા યાર્ડના ડાયરેક્ટર ડો.વિનોદ ભંડેરી, હરિભાઇ લોખીલ તથા તાલુકા ભાજપના પ્રમુખ મુકુંદભાઈ સભાયા દ્વારા યાર્ડની મુલાકાત લેવામાં આવી હતી. ખેડૂતોને મળી વિગતો મેળવ્યા બાદ પૂરેપૂરું વળતર મળે તેમજ યાર્ડમાં સિક્યુરિટી તથા કેમરા વધારવાની સતાધીશોને રજૂઆત કરાઈ હતી.
અન્ય સમાચારો પણ છે...