જામનગર પંથકમાં રોગચાળો વકર્યો, તાવના રોજ 1400 દર્દી નોંધાઈ રહ્યા છે

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જામનગરઃ જામનગર પંથકમાં દિવસે ગરમી અને રાત્રે ઠારની બેવડી ઋતુના કારણે ચિંતાજનક રીતે રોગચાળાનું પ્રમાણ ઉત્તરોતર વધી રહ્યું છે.તેમાંય સાદા ફ્લૂ અને કળતરની ફરિયાદો સાથે લોકોનો જી.જી. હોસ્પિટલમાં ઘસારો વધ્યો છે. સરકારી ચોપડે હજી ચોમાસાએ વિધિવત વિદાય લીધી નથી.પણ વરસાદ ખેંચાવા સાથે ભાદરવાના આકરા તાપ અને રાત્રે ઠાર જેવી બેવડી ઋતુની વિપરીત અસર લોકોમાં જોવા મળે છે.
હાલારમાં રોગચાળાની મોસમ હોય તેમ સાદા ફ્લૂ, કળતર, ઉપરાંત સપ્તાહમાં 36 ડેન્ગ્યુ, આઠ મલેરિયાના કેસ
દરરોજની બે હજારથી વધુ ઓપીડી થાય છે.તેમાં એક હજારથી વધુ વાયરલ તાવના દર્દી મળતા હોવાનું ડોક્ટરોએ જણાવ્યું છે. શહેરમાં આઠેય ડીસ્પેન્શરીમાં મળીને 100 જેટલા તેમજ જિલ્લાની 30 પીએસસીઓમાં મળીને રોજના 300 જેટલા તાવના દર્દીઓ સારવાર માટે આવે છે.સાથે સાથે મેલેરીયા અને ડેંન્ગ્યુના કેસ પણ નોંધાઇ રહ્યા છે.જામનગર શહેરમાં, જિલ્લામાં તથા જી.જી. હોસ્પિટલમાં મળી આ સપ્તાહમાં ડેંન્ગ્યુના 36 અને મેલેરીયાના 8 કેસ નોંધાયા છે.

જામનગર વિસ્તારમાં ભેજ મિશ્ચિત ઠાર તેમજ દિવસ દરમિયાન ભાદરવાની અસર સમાન તાપ એમ બન્ને એક સાથે મળીને મિશ્ર થતી ઋતુના કારણે શરદી,કળતર, માથુ દુખવું, સાંધા દુખવા, સામાન્ય તાવ,ચામડીની તકલીફ,શ્વાસ અને હૃદયની તકલીફ એવરેજ સ્વસ્થ લોકોમાં પણ વધે છે. સીઝનના ફેરફાર જેમાં પવન,ઠાર વગેરેથી લોકોના સ્વાસ્થ્ય ઉપર માઠી અસર થઇ રહી છે. પંથકમાં હાલ તાવ, શરદી સહિતની તકલીફો સાથે જી.જી. હોસ્પિટલમાં એકંદર વાયરલ બીમારીના દર્દીઓ ઉભરાય છે.
વધુ વિગતો વાંચો આગળન સ્લાઈડ્સમાં....
અન્ય સમાચારો પણ છે...