તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જામનગર: ધ્રોલ-લાખાબાવળની સગીરાનું લગ્નની લાલચે અપહરણ કરાયું

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
જામનગર: જામનગરમાં વધતાં જતાં અપહરણના બનાવમાં વધુ બે અપહરણના બનાવ સામે આવ્યા છે. જેમાં જામનગર નજીકના લાખાબાવડ ગામમાં રહેતા એક પરિવારની 16 વર્ષની સગીરા ગત તા 23ની રાત્રિના તેના ઘરેથી ગાયબ થઈ ગઈ હતી દરમિયાનમાં તેની તમામ સ્થળે તપાસ કર્યા બાદ પણ તેનો પતો ન લાગતાં અંતે પોલીસની મદદ લેવામાં આવી હતી અને એક શકદાર તરીકે એક શખ્સનું નામ પણ આપવામાં આવ્યું હતું અને અપહરણનો ગુનો નોધાવવામાં આવ્યો હતો. જ્યારે બીજા બનાવમાં ધ્રોલ તાલુકાના ધરમપૂર ગામમાં રહેતા ખેડૂત પરિવારની 16 વર્ષની સગીરા ગત તા 16ના સવારે 9 વાગ્યે તેના ઘરેથી ગાયબ થઈ ગઈ હતી દરમિયાનમાં આ સગીરાને ત્યાં જ નજીકના સગડીયા ગામમાં રહેતો એક શખ્સ અપહરણ કરી લઈ ગયો હોવાનું જાણવા મળ્યું હતું. જે અંગે ધ્રોલ પોલીસ મથકમાં વિધિવત ગુનો નોધાવવામાં આવ્યો હતો.

જામનગરમાં વધુ બે અપહરણના બનાવ પોલીસ દફ્તરે નોંધાયા

જામનગર નજીકના લાખાબાવડ ગામમાં રહેતા એક પરિવારની 16 વર્ષની સગીરા ગત તા 23ની રાત્રિના તેના ઘરેથી ગાયબ થઈ ગઈ હતી દરમિયાનમાં તેની તમામ સ્થળે તપાસ કર્યા બાદ પણ તેનો પતો ન લાગતાં અંતે પોલીસની મદદ લેવામાં આવી હતી અને શકદાર તરીકે મસીતિયા ગામના રજાક અનવર ખફીનું નામના શખ્સનું નામ પણ આપવામાં આવ્યું હતું અને અપહરણનો ગુનો નોધાવવામાં આવ્યો હતો. જ્યારે બીજા બનાવમાં ધ્રોલ તાલુકાના ધરમપૂર ગામમાં રહેતા ખેડૂત પરિવારની 16 વર્ષની સગીરા ગત તા 16ના સવારે 9 વાગ્યે તેના ઘરેથી ગાયબ થઈ ગઈ હતી દરમિયાનમાં આ સગીરાને ત્યાં જ નજીકના સગડીયા ગામમાં રહેતો વિજય રઘુભાઈ ઝીંઝુવાડિયા નામનો શખ્સ અપહરણ કરી લઈ ગયો હોવાનું જાણવા મળ્યું હતું.
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે માર્કેટિંગ કે મીડિયાને લગતી કોઇપણ મહત્ત્વપૂર્ણ જાણકારી મળી શકે છે, જે તમારી આર્થિક સ્થિતિ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. કોઇપણ ફોન કોલને ઇગ્નોર ન કરો. તમારા મોટાભાગના કામ સહજ અને આરામદાયક ...

  વધુ વાંચો