તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જામનગર મનપાની તિજોરીનું તળિયું દેખાયું, રોજનું કમાઇ રોજનું ખાવાનું તેવી સ્થિતિ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
જામનગર: જામનગર મનપા દ્વારા વર્ષો અગાઉ લેવાયેલી વિવિધ યોજનાકીય લોનની રકમ ભરપાઈ કરાઇ ન હોય અને આ દેણા પેટેના વ્યાજની રકમ વધતી જતી હોઈ માથાદીઠ દેવામાં દર વર્ષે વધારો થઇ રહ્યો છે. જેથી નાગરિક ઉપર માથાદીઠ દેવું વધીને રૂ. 5477 થઇ ગયું છે. ખાસ કરીને તેમાંય તાજેતરમાં સફાઇ,પાણી,ગટર અને મોટા પ્રોજેક્ટ માટે વધુ રૂ.125 કરોડ જેટલી રકમની લોન આવતા ભારણ વધવા લાગ્યું છે, પરિણામે મનપાની તિજોરીની હાલ કસોકસ સ્થિતિ એવી છે કે, રોજનું કમાઇને રોજનું ખાવું તેમાંથી પસાર થાય છે કેમ કે, દર મહિને દસ કરોડ જેટલો ખર્ચ અને અંદાજે એટલી જ આવક થાય છે. બીજી તરફ માઠા સમાચાર એ છે કે, સ્વર્ણિમ જયંતી મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના હેઠળ આવતી ગ્રાંટની રકમમાં ઘટાડો થઇ રહ્યો છે અને ગત વર્ષમાં પણ પૂરતી ગ્રાંટ આવી નથી માટે કોર્પોરેશન એટલું આશ્વાસન લે છે કે, હાલના ચાલુ કામોમાં વાંધો નથી, પરંતુ નવા કામો માટે મોં વકાસીને બેસવું પડશે.

સાડા ત્રણ દાયકા બાદ પણ લોન ભરપાઇ કરાઇ નથી

જામનગર મનપાનું કુલ દેવું 328.85 કરોડ થઇ ગયું છે, જોકે મોટા ભાગનું સરકારી દેવું છે, એમ જણાવી અધિકારીઓ નિશ્ચિંત છે. કોર્પોરેશનના ચોપડે બોલતા બાકી દેવામાં કેટલીક લોન તો 1975માં લેવાયેલી છે, જે સાડા ત્રણ દાયકાઓ બાદ પણ ભરપાઈ કરાઈ નથી, મોટા ભાગના બાકી દેવામાં મુદ્દલ કરતા વ્યાજ ત્રણ ગણું થઇ ગયું છે, તેમ છતાં બજેટમાં બાકી દેવા ચુકવવા કોઈ જોગવાઈ કરવામાં આવતી નથી.
નાગરિક પર વર્ષે 562નો બોજ વધ્યો

બીજા અગત્યના મુદ્દામાં જોઇએ તો 2015ના વર્ષમાં જામનગર શહેરમાં વસતા દરેક નાગરિક ઉપર રૂ.4915નો બોજ હતો, તે વધીને 2016માં રૂ.5477 થઇ ગયો છે, દર વર્ષે રજૂ થતા અંદાજપત્રમાં કોર્પોરેશનના દેવા અને માથાદીઠ ઋણમાં વધારો થતો રહે છે, જોકે જૂના દેવા ચૂકવવા બજેટમાં કોઈ જોગવાઈ કરવામાં આવતી નથી.
મુદલ કરતા વ્યાજ વધુ

ખુબીની વાત છે કે,મુદલ કરતા વ્યાજ વધી ગયુ છે. ઓડીટ રિપોર્ટ મુજબ રૂ.૧૮.૮ કરોડ લોનના હપ્તા બાકી લોન સામે રૂ.૪૯.૬૮ કરોડ વ્યાજ ચઢી ગયુ છે.
આગળની સ્લાઇડમાં વાંચો, માફ કરવા રજૂઆત કરી છે, પગારમાં વાંધો નથી....
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પડકાર આપનાર રહેશે. છતાંય તમે તમારી યોગ્યતા અને મહેનત દ્વારા દરેક પરિસ્થિતિનો સામનો કરવામાં સક્ષમ રહેશો. લોકો તમારા કાર્યોના વખાણ કરશે. ભવિષ્યને લગતી યોજનાઓને લઇને પણ પરિવાર સાથે થોડી ચર્...

  વધુ વાંચો