તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જામનગર: દાનના દેહનું ભણતર, ભાવિ તબીબોનું ઘડતર

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
(છેલ્લાં પાંચ વર્ષમાં 70 દેહદાન, બધા દાનમાં સર્વોત્તમ ગણાતા દેહદાનનો સંકલ્પ જીવિત વ્યકિત પણ કરી શકે છે)
 
જામનગર: જામનગરની મેડિકલ કોલેજના એનાટોમી વિભાગમાં છેલ્લાં પાંચ વર્ષમાં 70 વ્યકિતઓએ દેહદાન કરી પ્રેરક કાર્ય કર્યું છે.દાનમાં આવેલા દેહના અભ્યાસ થકી તૈયાર થતા તબીબો બાદમાં સમાજની સેવા કરતા હોય બધા દાનમાં દેહદાન સર્વોતમ ગણાય છે.દેહદાનનો સંકલ્પ જીવીત વ્યકિત પણ કરી શકે છે.દેહદાન એટલે મૃત્યુ બાદ અપાતું દેહનું દાન.જામનગરની મેડીકલ કોલેજના એનાટોમી વિભાગમાં દેહદાન સ્વીકારવામાં આવે છે.જીવીત વ્યકિત પણ દેહદાનનો સંકલ્પ કરી શકે છે.આ માટે એનાટોમી વિભાગમાં સંકલ્પ પત્રક મળે છે.ઉપરાંત મૃત્યુ બાદ પણ જે તે વ્યકિતના સગા-સંબધીઓ મૃત્યુ પામનારના દેહનું દાન કરી શકે છે.
 
સાત જેટલી ટાંકીઓમાં 50 જેટલા દાનમાં આવેલા દેહ સાચવવામાં આવ્યા છે
 
દેહદાન આપ્યા બાદ એનાટોમી વિભાગમાં દેહમાં ખાસ પ્રકારનું ફોર્મેલીન કેમીકલ નસ દ્રારા ચડાવવામાં આવે છે.જેના કારણે દેહ સડતો નથી અને દુર્ગંધ પણ આવતી નથી. આ દેહને ખાસ પ્રકારના કેમીકલ ભરેલી ટાંકીઓમાં સાચવવામાં આવે છે.હાલમાં એનાટોમી વિભાગમાં સાત જેટલી ટાંકીઓમાં 50 જેટલા દાનમાં આવેલા દેહ સાચવવામાં આવ્યા છે.આ દેહના જુદા-જુદા ભાગોનો  ઉપયોગ એટલે કે અભ્યાસ તબીબ બનવા આવેલા છાત્રો કરે છે. દાનમાં આવેલા એક દેહના અભ્યાસમાંથી ઘણા તબીબો તૈયાર થાય છે,જે બાદમાં સમાજની સેવા કરતા હોય દેહદાન સર્વોતમ દાન ગણવામાં આવ્યું છે.
 
દેહદાન કરતી વખતે તબીબે આપેલું મૃત્યુનું પ્રમાણપત્ર તથા મૃત્યુ પામનારનું ઓળખપત્ર નિયમ મુજબ જરૂરી છે.જો સંકલ્પ પત્ર ભર્યું હોય તો તે પણ સાથે રાખવું.ઉપરાંત મૃત્યુ બાદ શિયાળામાં દેહને 6 થી 7 કલાક અને ઉનાળામાં 4 થી 5 કલાકમાં મેડીકલ કોલેજમાં પહોંચાડવું જરૂરી છે.દેહદાન કરનાર વ્યકિતના પરિજનોને દેહને મેડીકલ કોલેજ સુધી પહોંચાડવાનું વાહન ભાડું પણ સરકાર દ્રારા ચુકવવામાં આવે છે, તેમ એનાટોમી વિભાગના સીનીયર પ્રોફેસર હેડ ડો. મીતલ પટેલે જણાવ્યું છે.
 
આ પ્રકારના દેહનું દાન કરી શકાતું નથી
 
અકસ્માતમાં મૃત્યુ પામેલા  તથા જેમાં લીગલ  કેસ થઇને પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું હોય તેવા દેહનું દાન સ્વીકારવામાં આવતું નથી. માત્ર કુદરતી મૃત્યુના કિસ્સામાં દેહનું દાન સ્વીકારવામાં આવે છે.

અસ્થિઓના શાસ્ત્રોકત વિધિથી અંતિમ સંસ્કાર
 
મેડીકલ કોલેજના એનાટોમી વિભાગમાં દાનમાં આવેલા દેહના અભ્યાસ બાદ એક કે બે વર્ષ પછી    દેહના વધેલા અસ્થિઓના સ્મશાનમાં  શાસ્ત્રોકત વિધીથી સામૂહીક અગ્નિ  સંસ્કાર કરવામાં આવે છે.
 
તબીબો, સામાજિક આગેવાનો દ્વારા દેહદાન
 
જામનગરની મેડીકલ કોલેજમાં સૌરાષ્ટ્રભરમાંથી  દેહદાન આવે છે.વર્ષ-2012માં 23,વર્ષ-2013માં-17,વર્ષ-2014માં-17,વર્ષ-2016માં-10 અને વર્ષ-2017માં અત્યાર સુધીમાં 3 દેહદાન આવ્યા છે.જેમાં આર્યસમાજના પ્રમુખ સ્વ. ધર્મવીર ખન્ના અને તેના પત્ની, સ્વ.ડો.હંસાબેન કોઠારી,સ્વ.ડો.અમૃતલાલ શુકલ તથા સામાજીક આગેવાનો દ્રારા દેહદાન કરવામાં આવ્યું છે.
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમારો મોટાભાગનો સમય પરિવાર તથા ફાયનાન્સ સાથે જોડાયેલાં કાર્યોમાં પસાર થશે અને પોઝિટિવ પરિણામો પણ સામે આવશે. કોઇપણ પરેશાનીમાં નજીકના સંબંધીનો સહયોગ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવઃ...

  વધુ વાંચો