તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

જામનગરમાં બે પેઢી પર ઇન્કમટેક્સના દરોડા, ઔદ્યોગિક એકમમાં ભારે ખળભળાટ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જામનગર:જામનગરમાં ઇનકમટેક્ષ વિભાગ દ્વારા છેલ્લા બે દિવસથી બે ઔધ્યોગિક એકમોમાં સર્વેની કામગીરી હાથ ધરાઇ હતી જેમાં શુક્રવારે એક પેઢીએ રૂપિયા 60 લાખનું ડિસ્ક્લોસર જાહેર કર્યું હતું જ્યારે અન્ય એક પેઢીએ રૂપિયા 15 લાખનો અેડવાન્સમાં ટેક્ષ ભરી દીધો હતો જામનગરમાં ઔધ્યોગિક એકમમાં આવકવેરાના દરોડાના સમાચારથી ઔધ્યોગિક એકમમાં ભારે ખળભળાટ મચી જવા પામ્યો હતો.

-જામનગરમાં બે પેઢી પર ઇન્કમટેક્સના દરોડા
-ઔદ્યોગિક એકમમાં ભારે ખળભળાટ
-રૂપિયા 60 લાખનું ડિસ્કલોસર,અન્યએ 15 લાખ એડ્વાન્સમાં ભર્યા
જામનગરમાં જી આઈ ડી સી ફેસ-3માં આવેલા સોનું એન્ટરપ્રાઇસ અને ફાઇવસ્ટાર મેટલ ઈન્ડસ્ટ્રીમાં તા 25ના બપોરે ઇન્કમટેક્ષ વિભાગ દ્વારા સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી હતી જેમાં કામગીરીના અંતે સોનું એન્ટરપ્રાઇઝ પેઢીના સંચાલક રામજીભાઈ પાંડેએ રૂપિયા 60 લાખનું ડિસ્ક્લોસર જાહેર કર્યું હતું. આ ઉપરાંત ઉધોગનગર વિસ્તારમાં આવેલી ફાઇવસ્ટાર મેટલ ઈન્ડસ્ટ્રી નામની પેઢીમાં પણ સર્વેની કામગીરી શરૂ કરવામાં આવી હતી પરંતુ આ પેઢીએ રૂપિયા 15 લાખનો એડવાન્સ ટેક્ષ ભરપાઈ કરી દીધો હતો તેમ જાણવા મળ્યું હતું. જામનગર આવકવેરા ખાતાનો સર્વે કરતાં ઘણાના પેટમાં તેલ રેડાયું છે.
અન્ય સમાચારો પણ છે...