તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જામનગર: અપૂરતા પાણી વિતરણથી દેકારો, દૈનિક જરૂરીયાત 166 એમએલડી

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
(પ્રતિકાત્મક તસવીર)
જામનગર: જામનગર શહેરમા પાણીની દૈનિક જરૂરીયાત 166 એમએલડી છે પા.પુ.બોર્ડ દ્વારા 166 એમએલડી પાણી અપાઇ છે જે અનુસંધાને જામનગર શહેરમાં એકાત્રે પાણી વિતરણ કરવામાં આવે છે બે દિવસે 83 પાણી વિતરણ કરવાનું હોય છે, પ.પુ. બોર્ડ બે દિવસે 166 એમએલડી પાણી વિતરણ કરે છે મહાનગરપાલિકા ફરજીયાત 9 એમઅેલડી પાણી એમઇએસ કોલોની, 5 એમએલડી પાણી, જી.જી. હોસ્પિટલ અને 10 એમએલડી લાઇન લોસ ગણવામાં આવે તો જામનગર શહેરને 142 એમએલડી એકાત્રે પાણી વિતરણ કરવામાં આવે છે. જામનગર શહેર અને િજલ્લામાં વિતરણ થતું પાણી અપૂરતું છે અને લોકોની માથાદીઠ દૈનિક જરૂરીયાત સંતોષાતી નથી કયારેક નર્મદાના નીર પણ ઘણી વખત ઓછા પડે છે.

કાલાવડની શહેર અને ગ્રામ્ય થઇને 10 એમએલડી પાણી વિતરણ

પાણી પુરવઠા બોર્ડ દ્વારા પાણી આપ્યા પછી વિતરણ કરવાનું કામ મહાનગરપાલિકાનું હોય છે જેમાં મહાનગરપાલિકા ખરેખર 166 એમએલડી પાણી વિતરણ કરવાનું હોય છે. તેમજ કાલાવડમાં દર ત્રણ દિવસે પાણી વિતરણ કરાય છે કાલાવડની શહેર અને ગ્રામ્ય થઇને 10 એમએલડી પાણી વિતરણ કરવામાં આવે છે. જયારે ત્રણ દિવસની કાલાવડની પાણીની જરૂરીયાત 30 એમએલડી જેવી થાય છે. આમ જામનગર સહિત બધા તાલુકાઓમાં પાણીની ગંભીર વહેચણીની સમસ્યા છે વરસાદ ઓછો પડયો છે ત્યારે પાણી વિતરણમાં અછત વર્તાઇ રહી છે લોકોની માંગણી છેકે જામનગર સહિત બધા તાલુકાઓમાં ગ્રામ્યમાં માથાદીઠ 70 લીટર અને શહેરમાં માથાદીઠ 140 લીટર દૈનિક પાણી મળવું જોઇએ નગરપાલિકા, મહાનગરપાલિકા અને પા.પુ. બોર્ડ પુરતુ પાણી મળી શકે તેવી વ્યવસ્થા કરી આવે તેવું લોકોએ જણાવ્યું છે.

લાલપુરને દર ત્રણ દિવસે 24 એમએલડી પાણી મળવું જોઇએ

દૈનિક 94 એમએલડી પાણી જામનગર શહેરને આપવામાં આવે છે. એકાત્રે 48 એમએલડી પાણી ઓછું આપવામાં આવે છે. લાલપુરમાં પાણી દર ત્રીજા દિવસે પાણી વિતરણ કરવામાં લાલપુરની વસ્તી અનુસાર લાલપુરને દર ત્રણ દિવસે 24 એમએલડી પાણી મળવું જોઇએ. પરંતુ લાલપુરને હાલ 8 એમએલડી પાણી મળે છે. ધ્રોલમાં શહેર અને ગ્રામ્ય મળીને 9 એમએલડીની દૈનિક જરૂરીયાત છે, જયારે ધ્રોલમાં ત્રણ દિવસે 9 એમએલડી પાણી અપાય છે, જોડિયામાં પાણીની સ્થિતિ સૌથી વધુ ખરાબ છે જોડિયા 8 થી 10 દિવસે 6 એમએલડી પાણી વિતરણ કરવામાં આવે છે જયારે 8 દિવસે જોડિયાને 48 એમએલડી પાણી જોઇતું હોય છે. જામજોધપુરમાં 10 એમએલડીની પાણીની દૈનિક જરૂરીયાત છે જયારે એકાત્રે 10 એમએલડી પાણી વિતરણ કરાઇ છે. જે લોકો માટે અપૂરતું ગણાય છે.

પાણી બચાવવા તંત્ર દ્વારા અવાર-નવાર અપીલ

જામનગરશહેર તેમજ જિલ્લામાં વર્ષે વરસાદ ઓછો પડયો છે તેમજ ગયા વર્ષે પણ નોંધપાત્ર વરસાદ વરસ્યો હતો ત્યારે તંત્ર દ્વારા લોકોને પાણી બચાવવા અવાર-નવાર અપીલ કરાતી હોય છે.હજુ પણ જામનગર જિલ્લાના અમુક ગ્રામ્ય વિસ્તારોમાં લોકોને તેમજ મહિલાઓને દુર-દુર સુધી પાણી ભરવા જવું પડતું હોય છે અને મુકવામા આવેલી જનરલ ટાંકીમાં કલાકાે સુધી લાઇનમાં ઉભું રહેવું પડે છે.
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આસપાસનું વાતાવરણ સુખદ જળવાયેલું રહેશે. પ્રિયજનો સાથે બેસીને તમે તમારા અનુભવ વ્યક્ત કરશો. કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખાથી સારું પરિણામ પ્રાપ્ત થશે. નેગેટિવઃ- આ વાતનું પણ ધ્યાન ર...

  વધુ વાંચો