જામનગરમાં આવાસ કોલોનીમાં ચાલતુ મહિલા સંચાલિત કૂટણખાનું ઝડપાયું

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જામનગર: જામનગરની આવાસ કોલોનીમાં કૂટણખાનું ચાલતું હોવાની બાતમી પરથી સી ડિવિઝન પોલીસ દ્વારા બોગસ ગ્રાહક ઊભા કરી છટકું ગોઠવવામાં આવ્યું હતું. જેના પગલે આવાસ કોલોની બ્લોક નં.9-10માં રેડ કરવામાં આવી હતી. જ્યાં દેહ વ્યાપારનો ધંધો ચલાવતી ત્રણ મહિલાઓ તેમજ અન્ય એક શખ્સ પણ ઝડપાયો હતો. પોલીસે હાલ આ ચારેયની ધરપકડ કરી ઇમોરલ ટ્રાફિક પ્રિવેશનની કલમ હેઠળ ગુનો નોધી વધૂ કાર્યવાહી હાથ ધરી હતી.
 
ખાત્રી કર્યા બાદ આ સ્થળે રેડ કરી
 
જામનગરના છેવાડે આવેલી આવાસ કોલોનીના બ્લોક નં 10ના રૂમ નં. 2માં તથા બ્લોક નં. 9 ના રૂમ નં.3માં મહિલા દ્વારા કૂટણખાનું ચલાવવામાં આવતું હોવાની બાતમી સી ડિવિઝનના પીએસઆઈ એસ.ડી.ચાવડા તથા તેમના સ્ટાફને મળતા તેમના દ્વારા આ સ્થળે બોગસ ગ્રાહક મોકલાવવામાં આવ્યા હતા અને ખાત્રી કર્યા બાદ આ સ્થળે રેડ કરી હતી. જ્યાં હીનાબેન ભરતભાઈ મસુરા નામની મહિલા દ્વારા બહારથી માણસો બોલાવી દેહવ્યાપાર ચલાવવામાં આવતો હોવાનું ખુલ્યું હતું. 
 
ગ્રાહક સાથે શરીર સુખ માણતી કલકતાની બે યુવતીઓ પણ ઝડપાઇ
 
તેમજ બે બોગસ ગ્રાહક સાથે શરીર સુખ માણતી કલકતાની બે યુવતીઓ પણ ઝડપાઇ હતી.આ ધંધો ચલાવવામાં શહેરના શાંતીનગર શેરી નં.4માં રહેતો રવિરાજસિંહ ઘનશ્યામસિંહ ઝાલા પણ સામેલ હોય તે પણ ત્યાં સ્થળ પરથી મળી આવ્યો હતો. આથી પોલીસે ત્રણ મહિલા અને રવિરાજસિંહની ધરપકડ કરી ઇમોરલ ટ્રાફિક પ્રિવેશન એક્ટની 1956ની કલમ 3,4,7ની કલમો હેઠળ ગુનો નોધી ધરપકડ કરી હતી.
 
આ અંગેની વધુ તસવીરો જોવા આગળની સ્લાઇડ પર ક્લિક કરો...

તસવીરો - હિરેન હિરપરા, જામનગર
 


અન્ય સમાચારો પણ છે...