જામનગર: પૂર્વ ટીપીઓ સામે ખાતાકીય તપાસનો કમિશનરનો હુકમ

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
- ચાર્જશીટનો સમયમર્યાદામાં ખુલાસો ન કર્યો
- આસિસ્ટન્ટ કમિશનર અને ડેપ્યુટી એન્જિનિયર તપાસ કરશે
જામનગર:જામનગર કોર્પોરેશનના પૂર્વ ટીપીઓ સામે અંતે ખાતાકીય તપાસનો હુકમ કરાતા કોર્પોરેશનમાં ખળભળાટ મચી ગયો છે, અગાઉ નોટીસ, ત્યાર બાદ શોકોઝ નોટીસ, ત્યાર બાદ ચાર્જશીટ અપાઇ હતી જેના ખુલાસા ન મળતા આસી. કમિ. કુંભારાણા અને ડે. એન્જીનિયર બેરાને પૂર્વ ટીપીઓ જે.વી. સૈદાણીની ખાતાકીય તપાસ કમિશનર હર્ષદ પટેલએ સોંપી છે.
ગત માર્ચ મહીનાથી ટાઉન પ્લાનીંગ વિભાગની કાર્યવાહીની સઘન સમીક્ષા શરૂ કરીને મ્યુ. કમિ.એ એક પછી એક નિયમની બાંધછોડવાળા પ્રકરણમાં ઊંડી તપાસ હાથ ધરી હતી. રજૂઆતો અને ફરિયાદો પણ મળવા લાગી ધીમે-ધીમે અમુક મજુરીઓ રદ થઇ તો અમુકને ફેરફારની નોટિસ અપાઇ એટલું જ નહી કમ્પ્લીશન અંગે પણ કડક રીતે જોગવાઇ પાલનનો આગ્રહ રખાયો અને તે વખતના ટીપીઓ સૈદાણીની બદલી કરાઇ અને તેમને નોટિસ તથા ચાર્જશીટ ફટકારાયા જેના સમય મર્યાદામાં ખુલાસા સંતોષ કારક ન થતા તેની સામે ખાતાકીય તપાસ સોંપવામાં આવી છે.
અન્ય સમાચારો પણ છે...