તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જામનગર જમીન કૌભાંડ: અમદાવાદના કુલમુખત્યારને 6 દિવસના રિમાન્ડ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જામનગર: જામનગરના ચકચારી 100 કરોડના જમીન કૌભાંડમાં આગોતરા જામીનના કાનૂની જંગ બાદ હાલ આ કેસની તપાસ કરી રહેલી એલસીબી ટુકડીને વધુ એક આરોપીને પકડી પાડવામાં સફળતા મળી છે. આ કૌભાંડમાં કુલમુખત્યાર તરીકે રોલ ભજવતા અમદાવાદના આ આરોપીને અમદાવાદ પોલીસે પકડી પાડ્યો હતો જ્યારે આ આરોપીનો કબ્જો જામનગર એલસીબીએ લીધો હતો અને મંગળવારે બપોરના આ આરોપીને 14 દિવસના રિમાન્ડની માંગણી સાથે કોર્ટમાં રજૂ કર્યો હતો જ્યાં તેના 6 દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા હતા.

મુખ્ય સૂત્રધાર તરીકે ભૂ-માફિયા જયેશ પટેલ સહિતના તેર શખ્સોના નામ

જામનગરના રણજીતસાગર રોડ પર આવેલા ઈવા પાર્ક-1માં બિલ્ડર વીપી મહેતાના પુત્ર અમરિશના નામે નોધાયેલા રૂપિયા 100 કરોડની અંદાજિત કિમતના 141 પ્લોટના બોગસ કુલમુખત્યારનામાના આધારે રજિસ્ટર્ડ દસ્તાવેજ કરાવી લેવાયાની દોઢેક મહિના પહેલા સિટી-એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોધવાઇ હતી જેમાં મુખ્ય સૂત્રધાર તરીકે ભૂ-માફિયા જયેશ પટેલ સહિતના તેર શખ્સોના નામ આપવામાં આવ્યા હતા. આ કૌભાંડમાં અમરિશ મહેતાના નામના પ્લોટના કુલમુખત્યાર તરીકે પ્રકાશમાં આવેલા અમદાવાદ વહેવાલ નજીકના દસક્રોઈ ગામના વિપુલ ચુનીલાલ પટેલ નામના શખ્સે પોતે કુલમુખત્યાર હોવાનું દર્શાવી મગન મૂળજી પટેલ તથા જમન દેવજી પટેલ નામના વ્યક્તિઓને તે પ્લોટનું વેચાણ કર્યાનું ખૂલ્યું હતું.

કૌભાંડના સાત આરોપીની આગોતરા જામીન રદ

આ આરોપીઑને પકડી પાડવા માટે જામનગર એલસીબીએ તપાસનો દૌર શરૂ કર્યો હતો. ગત સપ્તાહમાં કૌભાંડના સાત આરોપીની આગોતરા જામીન રદ થયા પછી સુપ્રીમ કોર્ટ સુધી કાનૂની લડત પહોચી છે ત્યારે વિપુલ ચુનીલાલ પટેલના સગડ અમદાવાદ પોલીસને મળતા ત્યાથી તેની અટકાયત કરવામાં આવ્યા પછી જામનગર એલસીબીને જાણ કરવામાં આવી હતી આથી પીઆઈ કે.જી.ઝાલા અમદાવાદ દોડી ગયા હતા અને આરોપીનો કબ્જો સંભાળી તેને ચૌદ દિવસના રિમાન્ડની માંગણી સાથે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો જ્યાં કોર્ટ દ્વારા તેના 6 દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા હતા.
(તસવીર: ફ્રેની કારીયા)
અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- કોઇ જગ્યાએ રોકાણ કરવા માટે સમય ઉત્તમ છે, પરંતુ કોઇ અનુભવી વ્યક્તિનું માર્ગદર્શન લો. ધાર્મિક તથા અધ્યાત્મિક ગતિવિધિઓમાં પણ તમારું વિશેષ યોગદાન રહેશે. કોઇ નજીકના સંબંધી દ્વારા શુભ સૂચના મળી શક...

    વધુ વાંચો