ખીજડિયા અભયારણ્યમાં વન સંરક્ષકની તપાસ પૂર્ણ, ધગધગતા રિપોર્ટની શક્યતા

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જામનગરઃ ખીજડિયા અભયારણ્યમાં વિકાસકાર્યો પછી ઉઠેલા વિરોધ અને ફરિયાદોના પગલે દોડી આવેલાં રાજ્યના અગ્ર વન સંરક્ષક તપાસ કરી ગાંધીનગર રવાના થયાં છે. તેઓએ રજૂઆત કર્તાઓને સાથે રાખી જુદાજુદા સ્પોર્ટનું નિરીક્ષણ કરતાં ધગધગતા રિપોર્ટની સંભાવના સેવાઈ રહી છે. ખીજડિયા અભયારણ્યમાં કરોડોનો ખર્ચ કરી ઝૂલતો પુલ, લાકડાંનો પુલ, બેસવાની બેન્ચોનાંખી ગાંડા બાવળો દૂર કરી રસ્તા પહોંળા કરાતાં વિરોધ અને વિવાદ ઉઠયો હતો. આ મામલે વનમત્રાલય સુધી ફરિયાદો કરાઇ હતી. જેનાં પગલે બુધવારે બપોર પછી અચાનક રાજ્યના અધિક અગ્ર વનસંરક્ષક આર.એલ.મીના તપાસ અર્થે દોડી આવ્યા હતાં.

ગુરુવારે સવારે તેઓએ અભયારણ્યનું નિરીક્ષણ કર્યું હતું. આ તકે તેમણે રજૂઆત કર્તાઓને બોલાવ્યા હતા અને તેઓને સાથે રાખી અભયારણ્યમાં જુદાજુદા સ્પોટનું નિરીક્ષણ કર્યું હતું. રજૂઆત કર્તાઓએ અગાઉની અભયારણ્યની તસ્વીરો અને અન્ય આધાર પુરાવા રજૂ કર્યા હતાં. સાથે-સાથે પક્ષીઓમાં થયેલાં ધરખમ ઘટાડા અંગે પણ જણાવ્યું હતું. આ રજૂઆતો સાંભળી અભયારણ્યનું નિરીક્ષણ કરી અધિક અગ્ર મુખ્ય વન સંરક્ષક ગાંધીનગર રવાના થયા હતાં.

તપાસનો રિપોર્ટ કરવામાં આવશે: અગ્ર મુખ્ય વન સંરક્ષક
ખીજડિયા અભયારણ્યની તપાસ મામલે રાજ્યનાં અધિક અગ્ર મુખ્ય વન સંરક્ષક આર.એલ.મીના એ જણાવ્યું હતું કે, અભયારણ્યમાં થયેલાં વિકાસ કાર્યો સામે રજૂઆત કર્તાઓની રજૂઆતો સાંભળવામાં આવી છે જેના આધારે તપાસનો રિપોર્ટ કરાશે.
 
અન્ય સમાચારો પણ છે...