તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જામનગરમાં વૃક્ષોની સંખ્યામાં વધારો થતાં બન્યું હરિયાળું

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
જામનગરઃ રાજય વન તંત્ર દ્વારા કરવામાં આવેલા વૃક્ષની સંખ્યાના સર્વેક્ષણ મુજબ સૌરાષ્ટ્રના બે અને કરછ એમ ત્રણ જિલ્લા તળીયે રહયા છે. વિસ્તારની સાપેક્ષમાં સુરેન્દ્રનગર, કરછ અને જામનગર જિલ્લામાં વૃક્ષોનું પ્રમાણ નહીવત હોવાનું બહાર આવ્યું છે. જયારે વનતંત્રના આંકડા મુજબ જામનગર જિલ્લામાં પાંચ વર્ષના ગાળામાં ૧૧.૭૪ લાખ વૃક્ષોનો ઉમેરો થયો છે. છતાંય રાજયમાં અન્યજિલ્લા તથા રાજય કક્ષાના સર્વે મુજબ જામનગરજિલ્લામાં જોઇએ તેટલા વૃક્ષો નથી.
જોકે તેમ છતાં વિસ્તારની દૃષ્ટિએ વૃક્ષની સંખ્યામાં જિલ્લો તળિયે

જામનગરજિલ્લામાં વર્ષ-૨૦૦૮માં જિલ્લામાં ૮૫.૨૪ લાખ વૃક્ષો નોંધાયા હતાં. જેની સામે વર્ષ ૨૦૧૩માં ૯૬.૯૮ લાખ વૃક્ષો નોંધાયા છે. રાજયમાં છેલ્લી ગણતરી મુજબ ૩૦૧૪.૪૩ લાખ વૃક્ષો નોંધાયા છે. જેમાં લીમડો, ગાંડોબાવળ અને દેશીબાવળ અનુક્રમે ૪૫૪,૪૦૫ અને ૨૮૧ લાખ હેકટર નોંધાયા છે. જામનગર જિલ્લામાં ગ્રામ્ય વિસ્તારમાં ૯,૬૦૨,૯૮૦ અને શહેરી વિસ્તારમાં ૯૫,૪૬૦ મળી કુલ ૯૬,૯૮,૪૪૦ વૃક્ષો નોંધાયા છે. જેમાં ૩૭.૩૭ લાખ સાથે ગાંડોબાવળ પ્રથમ ક્રમે રહયો છે.

જયારે જિલ્લામાં આંબાના વૃક્ષો ૮૮૬૦૦ હોવાનું નોંધાયું છે. જયારે ૭,૪૮,૩૦૦ સાથે લીમડો જિલ્લામાં બીજા ક્રમે અને રાજયમાં ૧૭માં ક્રમે તથા રાજયમાં ભાવનગર અને આણંદ બાદ ગાંડાબાવળની સંખ્યામાં જામનગર જિલ્લો ત્રીજા સ્થાને રહયો છે. નોંધપાત્ર બાબત એ છેકે, બન્નેજિલ્લાના મળીને 96 લાખ વૃક્ષો થાય છે તેમાં 37 લાખથી વધુ તો ગાંડા બાવળ છે.

વળી રિલાયન્સ ગ્રીનના 16.4 લાખ વૃક્ષો પણજિલ્લાના કુલ વૃક્ષોની સંખ્યામાં મહત્વનો હિસ્સો બની રહે છે. ફોરેસ્ટ વિભાગના જણાવ્યા પ્રમાણે રિલાયન્સ ગ્રીનમાં નિયમિત સઘન સંભાળ અને સિંચનના કારણે ત્યાં વનરાજી નોંધપાત્ર રહી છે. નિલગીરી, ગોરળ અને ચીકૂ જેવા વૃક્ષોનું પ્રમાણ પણ ખૂબ જ નીચું જોવા મળી રહ્યું છે.
પાંચ વર્ષમાં પોણા બાર લાખ વૃક્ષ વધ્યા

રાજયમાં છેલ્લા પાંચ વર્ષમાં જામનગર જિલ્લામાં પોણા બાર લાખ વૃક્ષોનો વધારો થયો છે. જેમાં ગાંડાબાવળમાં હાલાર રાજયમાં બીજા નંબરે રહયું છે. તંત્રના રેકર્ડ મુજબ હાલારમાં ૯૭ લાખ વૃક્ષો નોંધાયા છે.

છેલ્લા દાયકામાં નોંધપાત્ર વધારો

જિલ્લાના ફોરેસ્ટ અધિકારીના જણાવ્યા પ્રમાણે જામનગર અને દ્વારકા જિલ્લામાં દાયકામાં વૃક્ષોમાં વધારો થયો છે. જેમાં છેલ્લા વર્ષોમાં લોકોમાં જાગૃતતા સાથે વૃક્ષારોપણ નહી પરંતુ વૃક્ષના જતન કરવાની ભાવના વધી છે અને તંત્ર દ્વારા પણ ધ્યાન અપાય છે. જેના કારણે છેલ્લા દાયકામાં વૃક્ષોની સંખ્યા નોંધપાત્ર રીતે વધી છે. વળી ખાસ કરીને વૃક્ષો કાપવાની સંખ્યામાં પણ લોકોની જાગૃતિના કારણે ઘટાડો થયો છે તથા જમીનની ફળદ્રુપતા પણ વૃક્ષોને ઉછેરવામાં મદદરૂપ બને છે તેમ પણ નાયબ વન સંરક્ષક ડી.એમ. જોષીએ ઉમેર્યુ હતું અને સામાન્ય રીતે હેકટર દીઠ સાડા ત્રણસોથી વધુ વૃક્ષોની સંખ્યા નોંધપાત્ર ગણાય.
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા રચનાત્મક તથા સામાજિક કાર્યોમાં તમારો મોટાભાગનો સમય પસાર થશે. મીડિયા તથા સંપર્ક સૂત્રોને લગતી ગતિવિધિઓમાં તમારું વિશેષ ધ્યાન કેન્દ્રિત રાખો, તમને કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે. અનુભવ...

  વધુ વાંચો